ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં આ વિસ્તારો માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી

Text To Speech
  • રાજ્યના મોટાભાગના ડેમમાં પાણીની સારી આવક થઈ
  • સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું
  • માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરાઈ છે. ઓફસૉર ટ્રફ, શિયારઝોનના કારણે રાજ્યમાં અતિભારે વરસાદ રહેશે. રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. તેમજ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું

સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ રહેશે. તેમજ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી છે. કચ્છ, દ્વારકા, પોરબંદર, મોરબી, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી છે. સુરત, ભરૂચ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે.

રાજ્યના મોટાભાગના ડેમમાં પાણીની સારી આવક થઈ

બનાસકાંઠા, પાટણ, મોડાસા, મહેસાણા, સાબરકાંઠા અતિભારે વરસાદની આગાહી અને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગાજવીજ અને ભારે પવન સાથે કેટલાંક વિસ્તારમાં વરસાદ રહેશે. સાયકલોનીક સર્ક્યુલેશન તથા ઑફશોર ટ્રફ અને શિયરઝોનથી વરસાદ રહેશે. રાજ્યમાં 146 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સૌથી વધુ કચ્છના અબડાસામાં 4.3 ઈંચ વરસાદ આવ્યો છે. ત્યારે પાટણના સરસ્વતીમાં 3.7 ઈંચ વરસાદ પડ્યો છે. ત્યારે પાટણ તાલુકાની વાત કરવામાં આવે તો ત્યાં 3.1 ઈંચ વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના ભાભરમાં 2.7 ઈંચ, પાટણના સાંતલપુરમાં 2.5 ઈંચ તો કચ્છના માંડવીમાં 2.4 ઈંચ વરસાદ આવ્યો છે. આ સિવાય પણ અન્ય તાલુકામાં મેઘરાજા વરસ્યા છે. વરસાદને પગલે રાજ્યના મોટાભાગના ડેમમાં પાણીની સારી આવક થઈ હતી.

Back to top button