ઉત્તર ગુજરાતદક્ષિણ ગુજરાત

મન મૂકીને વરસ્યો વરસાદ, સ્વતંત્રતા દિવસ પર અમદાવાદ અને સુરતમાં વરસાદ જ વરસાદ

Text To Speech

આઝાદીના પર્વ પર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગાહી મુજબ ગુજરાતમાં વિવિધ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાંપણ અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે વાતાવરમમાં ઠંડક પ્રસરી છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાઇ ગયા છે.

Ahmedabad-Raindall-2

અમદાવાદમાં ભારે વરસાદ

અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ ધોધમાર વરસાદ વરસ્યો. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ બાદ પાણી પાણી થઇ ગયા છે. પશ્ચિમ વિસ્તારના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા તો બીજી તરફ ઘાટલોડિયા, રાણીપ, વાડજમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જો કે દર વખતની જેમ વરસાદ બાદ વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા છે. એસ.જી.હાઇવે પર સર્વિસ રોડમાં પાણી ભરાઇ ગયા છે. જોધપુર, બોડકદેવ, પાલડીમાં પણ વરસાદ ખાબક્યો છે. પૂર્વમાં પણ કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યુ હતુ. અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ બાદ સાંજે 5 વાગ્યા સુધીમાં સરખેજ, મકરબા, મકતમપુરા, એસજી હાઇવે વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સાયન્સ સિટી, ગોતા, ઉસ્માનપુરા, આશ્રમ રોડ, ઇન્કમટેકસ, મેમકો, નરોડા રોડ, મણિનગર, કાંકરીયામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. તો વાસણા બેરેજના સાત દરવાજા 3 ફૂટ સુધી ખોલાયા છે

Ahmedabad-Raindall- 01

સુરત અને આસપાસમાં પાણી પાણી

આજે સવારથી જ સુરત શહેર અને જિલ્લામાં વરસાદની વાતાવરણ જોવા મળ્યું છે. સવારે વરાછા એ ઝોન વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો બપોર બાદ સેન્ટ્રલ ઝોનમાં વરસાદનું જોર વધ્યું હતું. સેન્ટ્રલ ઝોનમાં બપોરે બે કલાકમાં સવા ઇંચ થી વધુ વરસાદ વરસ્યો હતો. આખા શહેરની વાત કરીએ તો બપોરે બે કલાકમાં બે ઇંચ થી વધુ વરસાદ સરેરાશ પડ્યું હોવાનું નોંધાયું છે.આ સાથે સુરત જિલ્લાના ઉમરપાડા તથા માંગરોળમાં ભારે વરસાદ પડતા સુરતમાંથી થતી ખાડીઓના જળસ્તરમાં પણ વધારો થયો છે.

આગામી દિવસમાં શું છે આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં હજુ 5 દિવસ સારા એવા વરસાદની શક્યતા રહેલી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતાં રાજ્યમાં સારો એવો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અરવલ્લી, વલસાડ અને નવસારીમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તદુપરાંત માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.

આ પણ વાંચો : સ્વતંત્રતા પર્વની ભેટ:સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કરાયો વધારો

Back to top button