ગુજરાતટોપ ન્યૂઝ

Photos : ગુજરાતમાં વરસાદે હાહાકાર મચાવ્યો, ક્યાંક ભેખડો પડી તો ક્યાંક હાઈવે બંધ થયા, અનેક ગામોમાં એલર્ટ

Text To Speech

ગુજરાતમાં મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. રાજ્યના અલગ અલગ જિલ્લામાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ભારે વરસાદના પગલે રાજ્યના અનેક ગામો એલર્ટ પર છે તો અનેક રસ્તા બ્લોક કરવામાં આવ્યા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

Heavy Rain

રાજ્યમાં વરસાદી આંકડાની વાત કરીએ તો આજે મંગળવારે સવારે 6થી 10ના સમયગાળામાં ચાર કલાકમાં 165 તાલુકામાં વરસાદ વરસ્યો છે. તાપીના સોનગઢમાં 2.84 જ્યારે બનાસકાંઠાના દાંતીવાડામાં 2.6 ઇંચ વરસાદ નોંધાયો છે. અરવલ્લીના ભિલોડા અને પાટણના સિદ્ધપુર અને બનાસકાંઠામાં ડિસામાં બે ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના વડગામ અને કારંજમાં દોઢ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. અનેક નદીઓના સ્તર વધતાં ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. શામળાજી ઉદેપુર સ્ટેટ હાઇવે બંધ કરાયો છે. હાઇવે પર 15 કિમી દૂર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. હાઇવે પર ભેખડો પડવાને કારણે વાહન વ્યવહાર પર અસર થઇ છે.

Heavy Rain
Heavy Rain

ભરૂચ નજીક ગોલ્ડ બ્રિજ પાસે નર્મદા નદી મંગળવારે સવારે નવ વાગ્યે 24 ફૂટની સપાટીએ વહી રહી છે. ગોલ્ડન બ્રિજ ખાતે નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે. બીજી તરફ નદીના કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જેના કારણે ભરુચના ઝઘડીયા, અંકલેશ્વરના 40 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અંકલેશ્વરના સરફુદ્દીન અને ખાલપીયા ગામના લોકોનું સ્થળાંતર કરાયું છે.

Heavy Rain
Heavy Rain

સરદાર સરોવર ડેમમાં હાલ પાણીની આવક સામે વધારે પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જો ડેમના કેચમેન્ટ વિસ્તારોમાં સતત વરસાદ રહેશે તો ડેમમાંથી પાણી છોડવાનું શરૂ રાખવામાં આવી શકે છે. જેના પગલે નદી કાંઠાના વિસ્તારોમાં ફરી એકવાર પૂર જેવી સ્થિત ઊભી થઈ શકે છે.

Gujarat Rain 16 Aug 02

અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે જેના કારણે ભિલોડા-શામળાજી રોડ બંધ કરાયો છે. ભિલોડા-શામળાજી હાઈવે પર પાણી ફરી વળ્યાં છે. બુઢેલી નદીના પાણી હાઈવે પર ફરી વળતા રોડ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે શામળાજી તરફના માર્ગ પર વાહન વ્યવહારને અસર થઇ છે.

Gujarat Rain on 15 August

ભિલોડા અને શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસતા લીલછા પાસેની ઇન્દ્રાસી નદીમાં પણ ઘોડાપુર આવ્યું છે. ત્રણેય નદીઓ ભારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સુનસર ધોધનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે જેના કારણે નદી કિનારાના 20થી વધુ ગામડાઓ સતર્ક કરવામાં આવ્યા છે. કિશનગઢ ગામ પાંચમહુડા વિસ્તારમાં ઈન્દ્રાસી નદીમાં ફૂલ પાણી આવતા રોડ તૂટી ગયો છે. હજી થોડું પાણી વધારે આવે તો 60થી 70 ઘર તણાય એવી પરિસ્થિતિ સર્જાઇ છે.

પ્રતિકારત્મક તસ્વીર
પ્રતિકારત્મક તસ્વીર

બનાસકાંઠાના પાલનપુરની વાત કરીએ તો 1 ઇંચ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. પાલનપુર – અંબાજી હાઇવે પર ઢીંચણસમા પાણી ભરાયા છે. આબુ – અમદાવાદ હાઇવે પર પણ પાણી ભરાયા છે. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે.

આ પણ વાંચો : કોંગ્રેસ-NCPના દિગ્ગજ નેતાઓ આવતીકાલે કેસરિયો ધારણ કરશે, PM મોદી સાથે કરી મુલાકાત

Back to top button