ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ચોમાસા પહેલા વરસાદે જ સમગ્ર રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ ઉભી કરી દીઘી છે. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. હવામાન વિભાગ દ્વારા આપેલ વિગતો મુજબ છેલ્લા 24 કલાકમાં 200 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.
24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ
હાલ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે.ગત 24 કલાકમાં રાજ્યમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. જાણકારી મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ નોંધાયો છે.જેમાં સૌથી વધારે જુનાગઢના વિસાવદરમાં 16 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે જુનાગઢમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વિસાવદરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે.વિસાવદરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 398 મીમી વરસાદ વરસ્યો છે. રાજ્યના 36 તાલુકામાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે.જ્યારે 7 તાલુકામાં 1 મીમી વરસાદ વરસ્યો છે.
જાણો ક્યાં કેટલો વરસાદ નોંધાયો
જામનગર શહેરમાં 11 ઈંચ,કચ્છના અંજારમાં 10 ઈંચ,નવસારીના ખેરગામમાં 9 ઈંચ, જૂનાગઢના ભેંસાણમાં 8 ઈંચ ,અમરેલીના બગસરામાં 8 ઈંચ ,બેચરાજી અને ધરમપુરમાં 7 ઈંચ,રાજુલા, ચીખલીમાં સાડા 6 ઈંચ,ડાંગ, વઘઈમાં 6 ઈંચ,જુનાગઢ શહેરમાં 6 ઈંચ ,વલસાડ અને વંથલીમાં 6 ઈંચ,જામકંડોરણા અને બરવાળામાં 5 ઈંચ,અમરેલીમાં 5 ઈંચ,જેતપુર અને વ્યારામાં 5-5 ઈંચ ,
અમદવાદમાં કેટલો વરસાદ નોંધાયો ?
અમદાવાદ શહેરમાં 24 કલાકમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જોધપુરમાં વરસાદ નોંધાયો છે. જોધપુરમાં 6.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બોપલમાં 5 ઈંચ વરસાદ, સાયન્સ સિટીમાં 5, બોડકદેવમાં 4.5 ઈંચ વરસાદ, ગોતામાં 3, ચાંદોડિયામાં 3.5 ઈંચ વરસાદ,રાણીપ, ઉસ્માનપુરામાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ભયાનક બસ અકસ્માતમાં 26 લોકો બળીને ભળથું, PM મોદીએ વ્યક્ત કર્યું દુ: ખ