ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની આગાહી વચ્ચે સુરતમાં કડાકા ભડાકા સાથે વરસાદ

Text To Speech

હવામાન ખાતાની આગાહી અનુસાર જ દક્ષિણ ગુજરાતમાં આજે સમી સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાનું શરૂ થયું છે. સુરતનાં ગ્રામ્ય વિસ્તાર ઓલપાડ, માંગરોળ, કામરેજ અને માંડવીમાં કમોસમી વરસાદ વરસવાનું શરૂ થતા પાકને ભારે નુકશાન જવાની ભીંતી ખેડૂતો સેવી રહ્યા છે.

01 RAIN in Gujarat Hum Dekhenge News

દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું

આ અંગે મળતી માહિતી મુજબ, આજે દિવસભર સુરતમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. બપોરથી સાંજ સુધી ખૂબ બફારો રહ્યા બાદ મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. રાત પડતાની સાથે જ સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા અને ઉનાળાની શરૂઆત સાથે જ ચોમાસા જેવો માહોલ બની ગયો હતો. વરસાદ વરસતા જ શહેરમાં અચાનક ઠંડક પ્રસરી છે.

ખેડૂતને ઉભા પાકની ચિંતા

ઉલ્લેખનીય છે કે, હાલમાં ખેતરમાં પાક તૈયાર છે. ત્યારે આ કમોસમી વરસાદથી તે પાકમાં મોટેપાયે નુકશાની આવે તેવી શક્યતા સેવાઇ રહી છે ત્યારે ખેડૂતો તેની ચિંતામાં ગરકાવ થયા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ઉનાળાને લઈ કેરીના મબલક પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કેરીમાં આવેલા મોર ખરી પડતા આ વખતે કેરીને મોટું નુકસાન થવા પામશે.

Back to top button