રાજસ્થાનમાં એક સમયે વરસાદ માટે લોકો તરસતા હતા. જયારે હવે વરસાદ તારાજી સર્જી રહ્યો છે. શ્રી ગંગાનગર, કોટા, બરાન બાદ હવે જોધપુરમાં વરસાદનો કહેર જોવા મળ્યો છે. છેલ્લા 12 કલાકથી અહીં પડી રહેલા વરસાદને કારણે શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેને પગલે જિલ્લા કલેક્ટરે શાળા બંધ કરવાનો આદેશ આપ્યો છે. રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાને લીધે વહીવટીતંત્રે બે ટ્રેનો રદ કરી દીધી છે.
રાજસ્થાનના જોધપુરમાં શહેરમાં ઘોઘમાર વરસાદ…#Monsoon #rain #Rajasthan #jodhpur #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/BIKIggYFjO
— Hum Dekhenge News (@humdekhengenews) July 26, 2022
જોધપુરમાં મુશળધાર વરસાદ
જોધપુર અને આસપાસના વિસ્તારોમાં સોમવારે સાંજે લગભગ 7 વાગ્યાથી મુશળધાર વરસાદ શરૂ થયો હતો. ત્રણ કલાકના મુશળધાર વરસાદને કારણે શહેરના માર્ગો પર અનેક ફુટ પાણી ભરાયા હતા અને નદીના વહેણ જેવો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રવાહમાં અનેક વાહનો તણાઈ ગયા હતા. સોમવાર સાંજથી આજે સવારે 8 વાગ્યા સુધીમાં 118MM વરસાદ પડ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. ભારે વરસાદને કારણે જિલ્લા કલેક્ટર હિમાંશુ ગુપ્તાએ સરકારી અને ખાનગી શાળાઓને છૂટછાટ આપવાના આદેશો જારી કર્યા છે.
રાજસ્થાનના જોધપુરમાં શહેરમાં ઘોઘમાર વરસાદ…#Monsoon #rain #RajasthanNews #jodhpur #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/YhApqjowzy
— Hum Dekhenge News (@humdekhengenews) July 26, 2022
રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડમાં પાણી ભરાયા
જોધપુર રેલ્વે સ્ટેશનમાં પાણી ભરાઈ જવાના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે ટ્રેક પર એટલું પાણી હતું કે ટ્રેક દેખાતો ન હતો. પ્લેટફોર્મ અને સ્ટેશનની બહાર પણ પાણી ભરાઈ જવાના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ રાયકાબાગ બસ સ્ટેન્ડમાં પણ પાણી ભરાઈ ગયા હતા.
અનેક વિસ્તારોમાં દીવાલો ધરાશાયી
કાગા કોલોની સ્થિત રામ ગઢીમાં રાધાકૃષ્ણ મંદિરની દિવાલ ધરાશાયી થવાને કારણે ત્યાં પાર્ક કરાયેલા વાહનોને નુકસાન થયું હતું. દીવાલ પાસે પાર્ક કરેલી કારનો કાચ તૂટી ગયો હતો. જેસીબીની મદદથી કાટમાળ સહિત કારને બહાર કાઢવામાં આવી હતી. સદનસીબે તે સમયે કારમાં કોઈ ન હોવાથી જાનહાની ટળી હતી.
નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
શહેરના ખાંડા ફલસા દૂધેશ્વર મહાદેવ મંદિર વિસ્તારની દુકાનોમાં પાણી ભરાયા હતા. જાલોરી ગેટ જલપ મહોલ્લા વિસ્તારમાં પાણીના વેગ સાથે બે કાર તણાઈ ગઈ હતી.જલજોગ, ટવેલ્થ રોડ, ડેન્જરસ પુલિયા, પાવટા, મંડોર, જિલ્લા કલેક્ટર કચેરી, નહેરુ પાર્ક વગેરે વિસ્તારોમાં રસ્તાઓ પર બે ફૂટ પાણી ભરાયા હતા. મોડી રાત સુધી 43.6 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 143 મીમી વરસાદ નોંધાયો છે.