ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં શ્રીકાર વર્ષાથી રાજ્યના જળાશયોમાં જાણો કેટલી થઇ પાણીની આવક

Text To Speech
  • મોટાભાગના જળાશયોમાં પણ હાલ સારા પ્રમાણમાં પાણીની આવક
  • રાજ્યના કુલ 206 જળાશયોમાં 38 ટકાથી વધુ પાણીનો સંગ્રહ
  • 19 જળાશયો સંપૂર્ણ છલકાયા જયારે 29 જળાશયો 70 ટકાથી વધુ

ગુજરાતમાં શ્રીકાર વર્ષાથી રાજ્યના જળાશયોમાં પાણીની આવક થઇ છે. રાજ્યના કુલ 206 જળાશયોમાં 38 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. તથા સરદાર સરોવર ડેમ 55 ટકાથી વધુ ભરાયો છે. સાથે જ 19 જળાશયો સંપૂર્ણ છલકાયા જયારે 29 જળાશયો 70 ટકાથી વધુ તેમજ 25 જળાશયોમાં 70 ટકાથી વધુ નીર આવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી, જાણો અમદાવાદમાં મેઘમહેર વિશે 

રાજ્યના કુલ 206 જળાશયોમાં 38 ટકાથી વધુ પાણીનો સંગ્રહ

રાજ્યમાં 100 ટકા એટલે કે સંપૂર્ણ છલકાયા હોય તેવા જળાશયોમાં અમરેલી જિલ્લાનું મુંજીયાસર, ધાતરવાડી, વાડિયા, સંક્રોલી, સુરજવાડી, ગીર સોમનાથનું મચ્છુન્દ્રિ, જુનાગઢનું ઉબેન, હસનપુર, મોટા ગુજેરીયા, રાજકોટનું મોજ, સોદવદર, કચ્છનું કંકાવટિ, ગજાનસર, કાલાગોગા અને ડોન, જામગનરનું વઘાડીયા, સપાડા અને રૂપારેલ તેમજ તાપી જિલ્લાના ડોસવાડા જળાશયનો સમાવેશ થાય છે.

હાલમાં ઉતર ગુજરાતના કુલ 15 જળાશયો 48.72 ટકા પાણી

ગત વર્ષે આ સમયે 37.16 ટકા સામે આ વર્ષે 44.38 ટકા જળાશયો ભરાયા છે. આ સિવાય હાલમાં ઉતર ગુજરાતના કુલ 15 જળાશયો 48.72 ટકા, મધ્યગુજરાતના 17 જળાશયો 30.89 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો35.39 ટકા, કચ્છના 20 જળાશયો 50.95 ટકા, તેમજ સૌરાષ્ટ્રના કુલ-141 જળાશયોમાં 47.18 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો છે. ગુજરાત રાજ્યમાં વરસાદથી જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઇ છે. જેમાં ચોમાસાના પ્રથમ સપ્તાહમાં જ 45 ટકા નવા નીરનો જળસંગ્રહ થયો છે. તેથી કુલ ક્ષમતાના 45 ટકા જળસંગ્રહ થયો છે. તેમજ 29 જળાશયોમાં 70 થી 100 ટકા જળસંગ્રહ થયો છે.

મોટાભાગના જળાશયોમાં પણ હાલ સારા પ્રમાણમાં પાણીની આવક

ભારે વરસાદને પગલે ગુજરાતના મોટાભાગના જળાશયોમાં પણ હાલ સારા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. ગુજરાતમાં લગભગ તમામ તાલુકાઓમાં શ્રીકાર વર્ષાને પરિણામે રાજ્યમાં 3 જુલાઈએ સવારે આઠ કલાકની સ્થિતિએ કુલ 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 38.61 ટકા પાણીનાં જથ્થાનો સંગ્રહ થયો છે. ગત વર્ષે આ સમયે 37.16 ટકા સામે આ વર્ષે 44.38 ટકા જળાશયો ભરાયા છે.

Back to top button