અમદાવાદઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

24 કલાકમાં ગુજરાતમાં થયો ભારે વરસાદ, જાણો ક્યા તાલુકામાં કેટલો પડ્યો વરસાદ

Text To Speech

છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થયો છે રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વલસાડ જિલ્લાના પારડી અને વલસાડના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં અનુક્રમે 169 મિમી અને 168 મિમીનો ભારે વરસાદ નોંધાયો છે. સુરતના કામરેજમાં 149 મીમી અને નવસારીના ખેરગામ વિસ્તારમાં 147 મીમી વરસાદ નોંધાયો છે.

rain in Gujarat (3)
rain in Gujarat (3)

ભારે વરસાદનો લોકોએ લીધો આનંદ

2 દિવસથી રાજ્યના અનેક વિસ્તારમાં મેઘરાજા દિલ ખોલી વરસ્યા છે ત્યારે આજ રોજ પણ કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી અતિ ભારેથી ભારે વરસાદ થયો છે. વરસાદ પડવાથી એક તરફ લોકો મોસમને માણી રહ્યા છે તો ઠેર- ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકો હેરાન પરેશાન પણ તહી રહ્યા છે.

રાજ્યના હવામાન વિભાગે કરી આગાહી 

હવામાન વિભાગ (MeT) વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસાની પ્રગતિ બાદ રાજ્યમાં વ્યાપક વરસાદ થયો છે. રાજ્યમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. વલસાડ જિલ્લાના પારડી અને વલસાડના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં અનુક્રમે 169mm અને 168mmનો ભારે વરસાદ નોંધાયો છે એવું રાજ્યના હવામાન વિભાગે કહ્યું છે.આ ઉપરાંત સુરતના કામરેજમાં 149 મીમી અને નવસારીના ખેરગામ વિસ્તારમાં 147 મીમી વરસાદ નોંધાયો છે.

rain in Gujarat (1)
rain in Gujarat (1)

રાજ્યમાં “RED ALERT”

મંગળવારે ભારતીય હવામાન વિભાગ (IMD) ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ દરમિયાન આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના સાથે નવસારી અને વલસાડ જિલ્લાઓ માટે “RED ALERT” જારી કરવામાં આવી છે.

rain in Gujarat (4)
rain in Gujarat (4)

જાણો ક્યાં તાલુકામાં કેટલો પડ્યો વરસાદ

 

ગુજરાતના તલાલા તાલુકામાં સાડા 3 ઇંચ વરસાદ પડ્યો, નાંદોદમાં સદા 3 ઇંચ, ડભોઈમાં 3 ઇંચ ,કોડીનારમાં 3 ઇંચ, કુકરમુંડામાં સાડા 4 ઇંચ, ઉનામાં સાડા 4 ઇંચ, પાદરામાં પોણા 4 ઇંચ, વેરાવળમાં સાડા 3 ઇંચ, વલોદમાં 5 ઇંચ, દોલવનમાં પોણા 5 ઇંચ, તિલકવાડામાં સાડા 4 ઇંચ,તેમજ બારડોલી સાડા 4 ઇંચ વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં પડ્યો છે.

આ પણ વાંચો:વરસાદમાં પલળેલા શુઝ એક રાતમાં સુકાઇ જશેઃ અજમાવો જબરજસ્ત ઉપાય

Back to top button