ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્લી-NCRમાં વરસાદી માહોલ, ગરમીથી દિલ્લીવાસીઓને મળી રાહત

Text To Speech

દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં બપોર બાદ ભારે વરસાદ થયો. વરસાદની સાથે લોકોને ગરમીથી પણ મોટી રાહત મળી હતી. દિલ્હીવાસીઓ રસ્તાઓ પર વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી અને હીટ સ્ટ્રોકથી લોકો પરેશાન જોવા મળ્યા હતા. સવારે પણ ગરમીથી લોકો પરેશાન થયા હતા. જોકે, થોડા સમય પહેલા યોજાયેલી IMDની પ્રેસ કોન્ફરન્સમાં વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે દિલ્હીમાં વરસાદનું કારણ ચક્રવાત નથી.

બિપોરજોય વાવાઝોડાની કોઈ અસર નહીં

ભારતીય હવામાન વિભાગ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હીના વિવેક વિહાર, લાલ કિલ્લા, પ્રીત વિહાર, રાજીવ ચોક, ITO, ઈન્ડિયા ગેટ, અક્ષરધામ, પાલમ, સફદરજંગની આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થયો હતો. આ દરમિયાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાયો હતો. ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ નોઈડા, દાદરી સહિત લોદી રોડ, નેહરુ સ્ટેડિયમ, આઈજીઆઈ એરપોર્ટ, વસંત વિહાર, આરકે પુરમ, ડિફેન્સ કોલોની, લાજપત નગર, બસંત કુંજ, હૌઝખાસ, માલવિયાનગર, કાલકાજી, મહેરૌલી, છત્તરપુર, આયનગરમાં પણ વરસાદ પડ્યો હતો. ગુડગાંવ, માનેસર જહાંગીરાબાદ, અનુપશહર, માનેસર, અલીગઢ, ઇગલાસમાં આગામી 2 કલાક દરમિયાન વરસાદ પડી શકે છે.

Back to top button