ઉત્તર ગુજરાત

બનાસકાંઠામાં અતિભારે વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતો સહિત આમ જનતાને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરાવી ખેડૂતોને થયેલ નુકશાનનું વળતર આપવા માટે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ સરકાર સમક્ષ માંગ કરી છે.

આમ તો અષાઢ મહિનાની શરૂઆતથી જ મેઘરાજાનું આગમન થયું હતું. પરંતુ અત્યાર સુધી ધીમીધારે વરસાદ પડતાં ખેતીપાકો માટે ફાયદાકારક હતો. પરંતુ સોમવાર અને મંગળવારે એમ બે દિવસ દરમિયાન મેઘરાજાએ પણ બનાસકાંઠા જિલ્લા માટે રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં પાણી જ પાણી થઈ ગયું છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ખેતરો પણ બેટમાં ફેરવાઈ જતાં પાક નિષ્ફળ જવાની ભિતી સાથે ડીસાના પૂર્વ ધારાસભ્ય અને કોગ્રેસ નેતા ગોવાભાઈ રબારીએ પણ ખેડૂતોને થયેલા નુકશાનનો તાત્કાલિક સર્વે કરાવી વળતર ચૂકવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે.

આ અંગે પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી એ જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં અતિભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોનો ચોમાસું પાક નિષ્ફળ ગયો છે. તેમજ ખેતરોનું પણ મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે. જેથી સરકાર દ્વારા યુધ્ધના ધોરણે ખેડૂતો ને વળતર આપવાની તાતી જરૂરિયાત છે.

Back to top button