અમદાવાદમાં વરસાદનો કહેર, વૃક્ષો સાથે મકાન પણ ધરાશાયી
અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા આગામી ૩ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે . રાજ્યના અનેકો વિસ્તારમાં ગઈકાલે ધોમધામ વરસાદ પડ્યો હતો. સાંજે 6.30 વાગ્યાની આસપાસ આકાશએ પોતાનું રૂપ બદલવાનું સારું કરી દીધું હતું. IPL ફાઈનલ હોવાથી બમણી સંખ્યામાં લોકો પોતાના ઘરની બહાર હતા જેથી તેમને વરસાદ અને તોફાની પવનના લીધે હાલાકી ભોગવી પડી હતી. રાજ્યમાં બરફના કડા તેમજ ભારે વરસાદના લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તે કારણોથી લોકોને મુશ્કેલી ભોગવી પડી હતી. અમદાવાદમાં ભારે વરસાદની સાથે ગઈકાલે પવનદેવેનો તોફાન જોવા મળ્યો હતો.
મકાનનો કાટમાળ ગઈકાલે નીચે પડ્યો
ટ્રાફિક અને વૃક્ષો ધરાશાયી થવાથી લોકોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. અનેકો વિસ્તારમાં વૃક્ષો ધરાશયી થયાના દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે એક એવી ઘટના પણ સામે આવી છે કે અમદાવાદના કાલુપુર વિસ્તારમાં એક મકાન જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ મકાનનો કાટમાળ ગઈકાલે નીચે પડ્યો હતો.
ભારે વરસાદના લીધે લગભગ સાંજે 7:30 વાગ્યા પછી આ મકાન પવનની ગતિ અને વરસાદના લીધે નાની પોળમાં આવેલું મકાન ધરાશયી થયું હતું. લોકોએ ઉમેરતા એ પણ કહ્યું હતું કે,’મકાનમાં કોઈ ન રહેવાથી કોઈને જાનહાનિ થઇ નથી’.જર્જરિત બિલ્ડીંગ, ઇમારત સામે તંત્ર શું કાર્યવાહી કરી રહ્યું છે કે કેમ એ પણ તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે.
આવી જ રીતે મોટી પોળમાં પણ મકાન ધરાશાયી થવામાં દ્રશ્ય સામે આવી રહ્યા છે. જાણકારી મુજબ ફક્ત આ 2 ઘર જ નહી કુલ ૪થી 5 ઘરો વાતાવરણના અચાનક બદલાવથી પડી ગયા છે. કુદરતની દયાથી એક પણ જાનહાની થઇ નથી. અચાનક ઘર પડવાથી લોકોના જીવ તાળવે ચોટ્યાં છે. ધરોહર તરીકે ઓળખાતા લોકોના મકાન પડી ગયા છે પરંતુ આ મકાનો ના બનાવાનો ખર્ચ હવે કોણ આપશે?
આ પણ વાંચો:રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ! 91 તાલુકામાં અઢી ઈંચ સુધી ખાબક્યો વરસાદ