ટ્રેન્ડિંગનેશનલ

ઠંડીની શરૂઆત વચ્ચે અમુક રાજ્યોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી

Text To Speech

નવી દિલ્હી: આગામી બે દિવસમાં દક્ષિણ ભારતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે આ આગાહી કરી હતી. IMD એ કેરળ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. જેમાં મલપ્પુરમ, ઇડુક્કી અને પથાનમથિટ્ટા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે 6 થી 8 નવેમ્બર સુધી દક્ષિણ દ્વીપકલ્પીય વિસ્તારમાં ભારે વરસાદ ચાલું રહેવાનું જણાવ્યું છે. જોકે, આગામી પાંચ દિવસ દરમિયાન દેશના બાકીના ભાગોમાં હવામાનની કોઈ અસર થશે નહીં તેમ પણ કહ્યું છે.

IMDએ કેરળના ત્રણ જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. જ્યારે તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. દક્ષિણ તમિલનાડુ અને આસપાસના વિસ્તારોમાં ચક્રવાતનું પરિભ્રમણ સ્થિત છે અને આગામી ત્રણ દિવસ દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ દક્ષિણ-પૂર્વ અને અડીને આવેલા પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર તરફ આગળ વધવાની ધારણા છે. જેને જોતા હવામાન વિભાગે નાગરિકોને સાવચેતીનાં પગલાં લેવા અને સુરક્ષિત રહેવાની અપીલ કરી છે.

હિમાચલમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી

હિમાચલ પ્રદેશની સ્થાનિક હવામાન કચેરીએ આગાહી કરી છે કે હિમાચલ પ્રદેશના મધ્ય અને ઊંચા પર્વતીય વિસ્તારોમાં 7 થી 9 નવેમ્બર સુધી વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 7 નવેમ્બરે ઊંચા વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે, જ્યારે 8 અને 9 નવેમ્બરે મધ્ય પર્વતીય વિસ્તારોમાં હળવો વરસાદ અને ઊંચા પર્વતીય વિસ્તારોમાં વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં બેવડી ઋતુનો થશે અનુભવ, હવામાન વિભાગે કરી આગાહી

Back to top button