ટોપ ન્યૂઝનેશનલ

ઉત્તરાખંડમાં ધોધમાર વરસાદ યથાવત; હિમાચલ પ્રદેશમાં ફાટ્યું વાદળ

Uttarakhand News: હિમાચલ પ્રદેશના કુલ્લુના કાયાસ ગામમાં સોમવારે સવારે વાદળ ફાટ્યું હતું. જેમાં એકનું મોત અને 3 ઘાયલ થયા હતા. 9 વાહનો પાણીમાં વહી ગયાં હતાં. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર સતત ઘટી રહ્યું છે. તો બીજી તરફ ઉત્તરાખંડ અને યુપીના ઘણા જિલ્લાઓમાં, ગંગા નદીનું જળ સ્તર હવે ખતરાના નિશાનની નજીક પહોંચી ગયું છે.

ઉત્તરાખંડમાં રવિવારે સતત વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થવાથી વિવિધ રસ્તાઓ પર બંધ થઇ ગયા છે. જ્યારે અલકનંદા નદી પરના ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવાને કારણે ગંગા નદી દેવપ્રયાગમાં અને હરિદ્વારમાં ખતરાના સ્તરને પાર કરી ગઈ છે.

પૌરી જિલ્લાના શ્રીનગરમાં અલકનંદાના ચેતવણી સ્તરથી ઉપર વહેવાને કારણે, સવારે તેના પર બનેલા જીવીકે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના ડેમમાંથી 2000-3000 ક્યુમેક્સ પાણી છોડવામાં આવ્યા પછી ગંગાના જળ સ્તરમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો. મોડી સાંજ સુધીમાં ગંગા 463 મીટરના ખતરાના નિશાનને વટાવીને ટિહરી જિલ્લાના દેવપ્રયાગ સંગમ ખાતે 463.20 મીટર પર પહોંચી ગઈ હતી. જેના કારણે સંગમ ઘાટ, રામકુંડ, ધનેશ્વર ઘાટ અને ફુલાડી ઘાટમાં પાણી ભરાઈ ગયા હતા.

ટિહરી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી બ્રિજેશ ભટ્ટે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર લોકોને નદીના કિનારાથી દૂર રહેવા માટે સતત ચેતવણી આપી રહ્યું છે. તેમણે જણાવ્યું કે ઋષિકેશ નજીક ટિહરીના મુનિ કી રેતી વિસ્તારમાં પણ ગંગાનું જળ સ્તર વધીને 339.60 મીટર થઈ ગયું છે, જે 339.50ના ચેતવણી સ્તરથી 0.10 મીટર ઉપર છે.

બીજી તરફ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે ગંગાએ 293 મીટરના ચેતવણી સ્તરને વટાવીને રવિવારે સાંજે હરિદ્વારમાં 293.15 મીટર પર પહોંચી ગઈ હતી. જો કે હરિદ્વારમાં ખતરાના નિશાન 294 મીટર છે, પરંતુ અધિકારીઓને આશંકા છે કે મોડી રાત્રે આ પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી શકે છે.

ગંગાનું પાણી અનિયંત્રિત રીતે વહે છે

યુપી કેનાલ હેડવર્કના એસડીઓ શિવકુમાર કૌશિકે જણાવ્યું કે ગંગાના વધતા સ્તરને કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે હરિદ્વારના લક્સર અને ખાનપુર વિસ્તારો સિવાય જે પહેલાથી જ પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે, ઉત્તર પ્રદેશના નદી કિનારે આવેલા વિસ્તારોમાં પૂરનો ખતરો મંડરાઇ રહ્યો છે. બીજી તરફ હરિદ્વારમાં ભારે પાણી આવવાને કારણે ભીમગોડા બેરેજનો એક ગેટ ક્ષતિગ્રસ્ત થયો છે, જેના કારણે ગંગાનું પાણી બેકાબૂ વહી રહ્યું છે.

સ્ટેટ ડિઝાસ્ટર ઑપરેશન સેન્ટરે હરિદ્વારના જિલ્લા મેજિસ્ટ્રેટ ધીરજ સિંહને ગેટ નંબર 10ને વહેલામાં વહેલી તકે રિપેર કરવાનો નિર્દેશ આપ્યો છે જેથી તૂટેલા ગેટમાંથી ઝડપથી વહેતા પાણીને કારણે સંભવિત ભારે નુકસાનને અટકાવી શકાય. હરિદ્વારમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદને કારણે લક્સર, ખાનપુર, રૂરકી, ભગવાનપુર અને હરિદ્વાર તાલુકાઓના 71 ગામોમાં પૂર જેવી સ્થિતિ છે. ત્યાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF), આર્મી અને પોલીસની મદદથી બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

વિપક્ષની મીટિંગમાં શરદ પવાર નહીં આપે હાજરી; આજે છે બેંગ્લોરમાં વિપક્ષની મહાબેઠક

Back to top button