ગુજરાતટ્રેન્ડિંગ

જામનગરમાં ફરીથી ભારે વરસાદ વરસ્યો જેના કારણે મગફળીના ખેડૂતોને રોવાનો વારો આવ્યો

Text To Speech
  • નદી બે કાંઠે વહેતા ગામના રસ્તાઓ બંધ થઈ જવાથી વાહન વ્યવહાર પણ ખોરવાયો
  • અચાનક પડેલા ધોધમાર વરસાદે ગામના ખેડૂતોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા
  • ચાર વાગ્યાથી લઈને છ વાગ્યા સુધીમાં ગામમાં લગભગ સાત ઇંચ જેટલો વરસાદ

જામનગરમાં ફરીથી ભારે વરસાદ વરસ્યો જેના કારણે મગફળીના ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. જેમાં જામનગરના કાલાવડ તાલુકાના મોટા ભાડુકીયા ગામમાં અચાનક પડેલા ધોધમાર વરસાદે ગામના ખેડૂતોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા છે.

ચાર વાગ્યાથી લઈને છ વાગ્યા સુધીમાં ગામમાં લગભગ સાત ઇંચ જેટલો વરસાદ

ગામના લોકોના જણાવ્યા પ્રમાણે ચાર વાગ્યાથી લઈને છ વાગ્યા સુધીમાં ગામમાં લગભગ સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને કારણે ગામની નદી બે કાંઠે ફૂટી નીકળી અને ગામની અંદરના રસ્તાઓ, સેલા અને વોંકળાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેડૂતો માટે તો આ વરસાદ આફત તરીકે વરસી રહ્યો છે. જામનગરમાં ફરીથી ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે મગફળીના ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.

ગામની નદી બે કાંઠે વહેતા ગામના રસ્તાઓ બંધ થઈ જવાથી વાહન વ્યવહાર પણ ખોરવાયો

વરસેલા વરસાદના કારણે જામનગરના કાલાવડ તાલુકાના ખેડૂતોને મોટી સંખ્યામાં નુકસાન વેઠવું પડ્યું છે. સ્થાનિકોએ જણાવ્યું છે કે આ વર્ષે મગફળીનો પાક સારો થયો હતો અને ખેડૂતોને સારી આવકની આશા હતી. પરંતુ આ અચાનક પડેલા વરસાદે ખેડૂતોના આ સપના પર પાણી ફેરવી દીધું છે. ઘણાં ખેડૂતોની મગફળીના પાથરા ધોવાઈ ગયા છે અને તણાઈ ગયા છે, જેનાથી તેમને ભારે આર્થિક નુકસાન પણ થયું છે. ગામની નદી બે કાંઠે વહેતા ગામના રસ્તાઓ બંધ થઈ જવાથી વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે.

આ પણ વાંચો: ગુજરાત: શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓના ઘરનું બજેટ ખોરવાયું

Back to top button