ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખે ભારે વરસાદ આગાહી

Text To Speech
  • સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદ રહેશે
  • અમદાવાદ અને ગાંધીનગરમાં હજુ વરસાદની ઘટ
  • રાજ્યના મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 93.44 ટકા જેટલો જળસંગ્રહ

ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં ફરી એક વખત ભારે વરસાદની સંભાવના છે. જેમાં 24 સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ આગામી 2 દિવસ છૂટાછવાયા બાદ ભારે વરસાદ રહેશે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેર સહિત જિલ્લાના 5 તાલુકામાં હોમગાર્ડ જવાનોની ભરતી કરાશે

અમદાવાદ અને ગાંધીનગરમાં હજુ વરસાદની ઘટ

હવામાન વિભાગના મનોરમા મોહન્તીએ જણાવ્યુ કે, એક ટ્રફ પણ ડેવલોપ થઇ રહ્યુ છે. જેના કારણે ગુજરાતના દરિયાકાંઠે હાલ તો સામાન્ય વરસાદની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, હજી સુધી ગુજરાતમાં જે વરસાદ થયો છે તેના વીસ ટકા વધારે વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હજુ વરસાદની ઘટ છે. તેમજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે.

સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદ રહેશે

સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદ રહેશે. તથા અરવલ્લી, જૂનાગઢ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. સાથે રાજકોટ, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી અને વડોદરા, આણંદ, દાહોદમાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યના મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 93.44 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં કુલ જળસંગ્રહ શક્તિના 99.73 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જ્યારે 54 જળાશયો એવા છે કે જેમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. 90 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા જળસંગ્રહ, 29 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા જળસંગ્રહ, 23 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જળસંગ્રહ, 10 જળાશયોમાં 25 ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. તેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13, કચ્છના 20 અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.

Back to top button