

- 7 જિલ્લામાં બે દિવસ માટે ભારે વરસાદની આગાહી
- ગુજરાત રાજ્યમાં ફરી ચોમાસુ થયું સક્રિય છે
- રાજ્ય આગામી 5 દિવસમાં સારો વરસાદ રહેશે
બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ આવશે. જેમાં રાજ્યમાં ફરી ચોમાસુ સક્રિય થયુ છે. તેમજ આગામી 5 દિવસમાં સારો વરસાદ રહેશે. તથા દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેશે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ રહેશે.
આ પણ વાંચો: ગુજરાત: વિજાપુરમાં લવ જેહાદની ઘટનાનો ભેદ ઉકેલાયો
મોરબી, અમરેલી, ભાવનગર, જૂનાગઢમાં વરસાદ રહેશે
મોરબી, અમરેલી, ભાવનગર, જૂનાગઢમાં વરસાદ રહેશે સાથે જ 3 દિવસ બાદ દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. અને 5 અને 6 સપ્ટે.એ પવન સાથે વરસાદ રહેશે. તથા બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વરસાદની શક્યતા વધી છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં સામાન્ય વરસાદ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે.
7 જિલ્લામાં બે દિવસ માટે ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે 7 જિલ્લામાં બે દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે, સાથે કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદીની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે આગામી કલાકોમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરા નગર હવેલી, દમણ, તો સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેટલાક છૂટા છવાયા સ્થળોએ મધ્યમ વરસાદ થઈ શકે છે.
જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ થઈ શકે છે
હવામાન વિભાગે આગામી દિવસોમાં એટલે કે, જન્માષ્ટમી અને નોમના દિવસે નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર હવેલી, દમણમાં યલો એલર્ટ આપ્યું છે, એટલે કે ભારે વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરા નગર હવેલી, દમણ, તો સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ થઈ શકે છે. તેમજ સીતળા સાતમે મધ્ય ગુજરાતમાં વડોદરા, દાહોદ, પંચમહાલ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરા નગર હવેલી, દમણ. તો સૌરાષ્ટ્રમાં પોરબંદ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.