ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારે વરસાદે ઉત્તર ભારતને ધમરોળ્યુ, હવામાન વિભાગે વરસાદની કરી મહત્વની આગાહી

વરસાદે ઉત્તર ભારતના રાજ્યોને ધમરોળ્યા છે. અતિશય વરસાદથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઘણા લોકોના મોત થયા છે. ઉત્તરાખંડ, દિલ્હી, યુપી, પંજાબ અને હરિયાણામાં સતત વરસાદ થઈ રહ્યો છે. ખરાબ હવામાનને કારણે દેશનાં વિવિધ રાજ્યોમાં છેલ્લા 4 દિવસમાં 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. 8 જુલાઈથી, હિમાચલ પ્રદેશમાં 36, યુપીમાં 34, જમ્મુ અને કાશ્મીરમાં 15, ઉત્તરાખંડમાં 9, દિલ્હીમાં 5 અને રાજસ્થાન, મહારાષ્ટ્ર અને હરિયાણામાં એક-એક મૃત્યુ નોંધાયા છે. વરસાદે લોકોની જનજીવનને પ્રભાવિત કર્યુ છે.

આપને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં 2 દિવસ બાદ રેડ એલર્ટ અપાયુ છે. સિમલા, સિરમૌર, કિન્નૌરમાં પૂરનું એલર્ટ છે. કુલ્લુમાં 30 ઘરો અને 40 દુકાનો સાથેના સાંજ બજાર અડધી બિયાસ નદીમાં વહી ગઇ. ઉત્તરાખંડમાં આજે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભૂસ્ખલનને કારણે ગંગોત્રી અને યમુનોત્રી નેશનલ હાઈવે ઘણી જગ્યાએ બંધ છે. મહત્વનું છે કે અહીંયા 3થી 5 હજાર લોકો ફસાયા છે.

દિલ્હીના જૂના રેલવે બ્રિજ પર યમુના નદીનું જળસ્તર 207.2 મીટરને પાર કરી ગયું છે. હરિયાણાના હથિની કુંડ બેરેજમાંથી 3.21 લાખ ક્યુસેક પાણી છોડવાના કારણે દિલ્હીમાં પૂરનું જોખમ વધી ગયું છે.

અતિશય વરસાદને કારણે હિમાચલના ચંદ્રતાલમાં 250 પ્રવાસીઓ ફસાયેલા છે. સીએમ સુખુએ કહ્યું છે કે જો 8 કલાક વરસાદ અટકશે તો બધાને બચાવી લેવામાં આવશે. સોલનમાં ભૂસ્ખલનને કારણે બે પરપ્રાંતિય મજૂરોનાં મોત થયાં હતાં. હરિદ્વારના તિબડીમાં રેલ ટ્રેક તૂટવાને કારણે અનેક ટ્રેનોને અસર થઈ છે. દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. કેટલાક રાજદ્વારીઓ અને વરિષ્ઠ અધિકારીઓનાં ઘરોમાં પણ પાણી ઘૂસી ગયાં હતાં. હરિયાણાના 9 જિલ્લાનાં 600 ગામો પૂરમાં ડૂબી ગયાં છે.

અંબાલાનો 40% વિસ્તાર પાણી હેઠળ છે. ચંદીગઢ-અંબાલા હાઈવે ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તે જ સમયે, અંબાલા-કૈથલ-હિસાર નેશનલ હાઈવે હજુ પણ બંધ છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે.

હવામાન વિભાગની આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી: રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, ગુજરાત, ગોવા, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ અને ઓડિશા.

આ પણ વાંચો: ઉત્તર ભારતમાં વરસાદે તબાહી મચાવી, 24 કલાકમાં 20 લોકોના મોત; 4 રાજ્યોની હાલત ખરાબ

Back to top button