ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ

Text To Speech
  • ગીર સોમનાથ, દ્વારકામાં વરસાદનું યલો એલર્ટ જાહેર
  • મોન્સૂન ટ્રફ સિસ્ટમ હજુ 24 કલાક ગુજરાત આસપાસ સક્રિય રહેશે
  • મહિસાગર, દાહોદ, પંચમહાલમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. જેમાં રાજ્યમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર, કચ્છ, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, ગીર સોમનાથ, દ્વારકામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે નવસારી, તાપી, સુરત તેમજ નર્મદા, ડાંગ, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. મોન્સૂન ટ્રફને કારણે વરસાદની વધઘટ થતી હોય છે. હાલમાં ગુજરાતની આસપાસ મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

મહિસાગર, દાહોદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભગ દ્વારા આજે કચ્છ, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં કેટલીક જગ્યા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

મોન્સૂન ટ્રફ સિસ્ટમ હજુ 24 કલાક ગુજરાત આસપાસ સક્રિય રહેશે

મોન્સૂન ટ્રફ સિસ્ટમ હજુ 24 કલાક ગુજરાત આસપાસ સક્રિય રહેશે, પરંતુ, આજથી આ સિસ્ટમ ફરી ઉત્તર ભારત તરફ આગળ વધી જશે, જેથી 15 જુલાઈ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી, આણંદ, ભરૂચ, છોટાઉદેપુર, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, દાહોદ, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. મોરબી, મહીસાગર, ખેડા,જામનગર, બોટાદ, બનાસકાંઠા, અરવલ્લી, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

Back to top button