ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો

Text To Speech

અમદાવાદમાં વીજળીના કડાકાભડાકા સાથે વહેલી સવારથી વરસાદ શરુ થયો. શહેરમાં છેલ્લા એક કલાકમાં સરેરાશ એક ઇંચ વરસાદ વરસ્યો. ઉસ્માનપુરા, વાડજ, આશ્રમ રોડ, ઇન્કમટેકસ, સાબરમતી, ચાંદખેડા, મોટેરા, ચાંદલોડિયા, નિર્ણયનગર, રાણીપ વિસ્તારમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે પાલડી, વાસણા, વેજલપુર, શાહપુર, દરિયાપુર, શાહીબાગ, મેમકો, સરસપુર, મણિનગર, બોડકદેવ, સાયન્સ સીટી, વસ્ત્રાપુર, ઓઢવ, વિરાટનગર વિસ્તારમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

ભારે વરસાદને પગલે લોકોને હાલાકી 

અગાઉ રવિવારે સવારે 6 વાગ્યાથી સોમવાર સવારે 5 વાગ્યા સુધી અમદાવાદમાં સૌથી વધુ 18 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેમાં શહેરના ઘણા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. નીચાણ વાળી તમામ સોસાયટીઓમાં ઘરોમાં કમર સુધીનુ પાણી ભરાયા હતા. છેલ્લા 3 દિવસમાં સિઝનનો 30 ટકા વરસાદ થયો છે.

ત્રણ દિવસથી ભારે અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં આજે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, નવસારી, વલસાડ, ડાંગ, સુરત અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે તેમજ 15 જુલાઇએ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે.

Back to top button