ટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

દ.ગુજરાતમાં ભારે વરસાદ, વલસાડ થી લઈ ભરૂચ સુધી કેવી છે સ્થિતિ ?

Text To Speech

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200થી વધુ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. વલસાડના વાપી તાલુકામાં સૌથી વધુ સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ રાજ્યમાં સવારે અને બપોર સુધીમાં કલાકમાં 30 તાલુકાઓમાં નોંધાપાત્ર વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, બનાસકાંઠા, કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

67 તાલુકામાં નોંધપાત્ર વરસાદ

ગુજરાતમાં 23 જુલાઇ સવારે 6 કલાકથી 24 કલાક સવારે 6 કલાક સુધીના 24 કલાક દરમિયાન 216 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાંથી 67 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વાપીમાં સાડા સાત ઈંચ વરસાદ વરસ્યો છે. વલસાડના કપરાડામાં 7 ઈંચ વરસાદ પડ્યો છે. પાટણના રાધનપુર તાલુકામાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડમાં 6 ઈંચ, ધરમપુરમાં સાડા 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. કચ્છના રાપર તાલુકામાં સાડા 4 ઈંચ, જ્યારે અમદાવાદ શહેરમાં પણ 4.5 થી 5.5 ઈંચ વરસાદ પડ્યો છે.

Gujarat Rain
File pic

વલસાડમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
વલસામાં વધુ એક વખત મેઘસવારી આવી પહોંચી હતી. રાતભર વરસેલા ધોધમાર વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેરના હાલર રોડ, તિથલ રોડ, કચેરી રોડ, છીપવાડ અંડરપાસ, ભરત ડેરી, ડોકટર હાઉસ હોસ્પિટલ વિસ્તારમાં પાણી ભરાયા છે. અંડરપાસમાં પડેલા ભારે વરસાદથી વાહનચાલકોએ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. આ ઉપરાં વાપીમાં ગતરાતે ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. જિલ્લામાં 12 કલાકમાં સાડા ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

Valsad Rain hum dekhenge 01
File pic

ભરૂચમાં વરસાદ જ વરસાદ
ભરૂચમાં મધ રાત્રીએ ભારે વરસાદ વરસ્યો હતો. વિવિધ તાલિકામાં ભારે વરસાદ પડ્યો હતો જેમાં 7 તાલુકામાં હાંસોટ-વાલિયા 17 મિમી, ઝઘડિયા 14 મિમી તથા આમોદ અને નેત્રંગ 10 મિમી, જંબુસર 8 મિમી અને વાગરા 7 મિમી વરસાદ વરસ્યો હતો. જ્યારે નર્મદા ડેમની સપાટી 124.01 મીટર થઈ હતી. સમ્રગ જિલ્લામાં અત્યાર સુધી મૌસમનો 70 % વરસાદ વરસી ગયો છે.

આ પણ વાંચો : અમદાવાદમાં રવિવારે કુલ 4.75 ઇંચ વરસાદ પડ્યો, સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં; કાંકરીયા ઝુની દિવાલનો ભાગ ધરાશાયી 

કરજણ ડેમમાં નવા નીર

નર્મદામાં કરજણ ડેમની સપાટી 107.24 મીટરે પહોંચી છે. પાણીની આવક થતા કરજણ ડેમના 2 ગેટ ખોલવામાં આવ્યા છે. જ્યારે ડેમમાંથી 12 હજાર ક્યૂસેક પાણી કરજણ નદીમાં છોડાયું. કરજણ નદી હાલ બે કાંઠે વહેતી થઈ છે. આસપાસના વિસ્તારોને સતર્ક કરી દેવામાં આવ્યા છે. નર્મદા ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. 24 કલાકમાં ડેમની સપાટીમાં 62 સેમીનો વધારો થયો છે. નર્મદા ડેમની સપાટી 124.06 મીટરે પહોંચી છે. મધ્યપ્રદેશના ભારે વરસાદના કારણે પાણીની આવકમાં વધારો નોંધાયો છે.

Back to top button