મન મુકી વરસ્યો મેઘો, આગામી 48 કલાક ગુજરાત માટે ભારે
HD ન્યુઝ ડેસ્કઃ છેલ્લા 5 દિવસથી ગુજરાતમાં ચોમાસુ ધમાકેદાર બેટીંગ કરી રહ્યું છે. તેમાં પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ મન મુકીને વરસ્યો છે. કાલ થી આજ સવાર સુધીમાં લગભગ 110 તાલુકામાં વરસાદ નોંધાયો છે. મોટાભાગના ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જામ્યો છે. ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ જામ્યો છે.
અતિભારે વરસાદ પડી શકેઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. અરવલ્લી, મહિસાગરસ, દાહોદ તથા પંચમહાલમાં આજના દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે વડોદરા, નર્મદા, ખેડા અને આંણદમાં પાણી ભરાયા હતા. આ સાથે જ જેટલા નીચાણ વાળા વિસ્તારો છે ત્યાં પુરની સ્થિતી સર્જાય હતી. રાજકોટ, ગોંડલ, ધોરાજી, ઉપલેટા તેમજ જૂનાગઢમાં પણ મધ્યમ વરસાદ પડ્યો હતો.
વરસાદી વાતાવરણઃ હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાર દિવસ વરસાદી વાતાવરણ જોવા મળી રહેશે. જેમાં આગામી બે દિવસ એટલે કે 48 કલાક અત્યંત ભારે વરસાદ ત્રાટકે તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી 22 અને 23 સપ્ટેમ્બરે મળે તેવી શક્યતા