રાજ્યમાં બિપરજોય વાવાઝોડા બાદ અનેક વિસ્તારોમાં મેઘ કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના દાંતામાં નોંધાયો છે. વાવાઝોડા બાદ મેઘરાજાએ બનાસકાંઠાને ઘમરોળ્યેું છે. વરસાદને પગલે બનાસકાંઠામાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે.
24 કલાકમાં 18 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે.જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના દાંતામાં નોંધાયો છે. દાંતામાં 5 ઇંચ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
જાણો ક્યા તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ દાંતામાં 5 ઈંચ વરસાદ નોંઘાયો છે. જ્યારે અમીરગઢમાં સવા 2 ઈંચ, પોશિનામાં પોણા 2 ઈંચ, ખેડબ્રહ્મામાં પોણા 2 ઈંચ, વિજયનગરમાં 1.5 ઈંચ, વડાલીમાં 1 ઈંચ, ભીલોડામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ કડી, તલોદ, ધનસુરા તાલુકામાં વરસાદ, માલપુર, ઈડર, ખાનપુર તાલુકામાં વરસાદ, ખંભાત, ગરબાડા, કપરાડા તાલુકામાં અને ગાંધીનગર, આણંદમાં પણ વરસાદ નોંધાયો છે.
આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની શક્યતા છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લીમાં વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં આજે અમદાવાદ, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : અંબાલાલ પટેલે કરી આગાહી, ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ