ગુજરાતટોપ ન્યૂઝ

ડીસા પંથકમાં મૂશળધાર વરસાદ, જુઓ LIVE દ્રશ્યો

Text To Speech

હવામાન વિભાગની આગાહીને પગલે ડીસા તેમજ પાલનપુર પંથકમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરુ કરી છે. ગત રાતના 3 :00 વાગ્યાથી સતત વરસાદ વરસી રહ્યો છે. ક્યારેક ભારે તો ક્યારેક હળવો વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ડીસામાં વહેલી સવારે સાત વાગ્યા પછી એક કલાક સુધી મુશળધાર વરસાદ પડ્યો હતો. જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અને રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રોડરસ્તા પર પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં વરસાદની હેલી

ભારે વરસાદને લઈને ડીસા એસ.સી.ડબલ્યુ. હાઇસ્કુલ પાસે એક કાચા મકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. જો કે સદનસીબે કોઈ જાનહાની થઇ નહોતી. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ જોવા જઈએ તો, દાંતા અને વડગામમાં બે ઇંચ જેવો વરસાદ થયો હતો. જ્યારે ધાનેરામાં દોઢ,અમીરગઢ, પાલનપુરમાં સવા ઈંચ, ડીસા દાંતીવાડામાં પોણો ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો. બાકીના તાલુકાઓમાં 2 થી 16 મી.મી. વરસાદ નોંધાવવા પામ્યો છે. છેલ્લા 24 કલાકમાં જીલ્લાનો સરેરાશ વરસાદ 18 મી.મી. નોંધાયો છે. જ્યારે સીઝનનો કુલ વરસાદ 553.43 મી.મી. એટલે કે 84.59 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે (મંગળવારે) જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી ત્રણ દિવસ સુધી હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Back to top button