ગુજરાતના આ વિસ્તારો માટે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરાઇ
- ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 15 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી
- 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે
- રાજ્યના દક્ષિણભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો
ગુજરાતના કેટલાક વિસ્તારો માટે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરાઇ છે. જેમાં રાજયના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તથા 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદ: જગન્નાથ મંદિરમાં ખીચડાનો પ્રસાદ લેવા વહેલી સવારથી ભક્તોની લાંબી લાઈન લાગી
રાજ્યના દક્ષિણભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો
રાજ્યમાં ચોમાસું જામી ગયું છે ત્યારે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડયો છે. હવામાન વિભાગે નવી આગાહી કરી છે જેમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કુલ 14 જિલ્લા અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસની આગાહી કરવામાં આવી છે, જે પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ઝડપી ગતિથી પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ રાજ્યના દક્ષિણભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 15 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 15 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ આ પ્રમાણેની આગાહી કરાઈ છે. આ જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.