ધોધમાર વરસાદની આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ
- હવામાન વિભાગે રાજ્યમાં 3 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
વરસાદની આગાહી: ગુજરાતના ખેડૂતો માટે તો આ ખુશીના જ સમાચાર છે, કેમ કે ચાલુ સિઝનમાં ઓગસ્ટ મહિનો આખો કોરો જતાં, તેમજ સપ્ટેમ્બર પણ અડધો પુરો થઈ ગયો છે, પરંતુ પુરતો વરસાદ આવ્યો નથી ત્યારે ખેડૂતોમાં ચિંતા વધી હતી, પરંતુ હવે હવામાન વિભાગની આગામી બે દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
કયા-કયા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે?
રાજ્યના હાલના હવામાનમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતમાં હવે સારા વરસાદ થવાની આશા જાગી છે. ત્યારે હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં સારો વરસાદ થશે. દક્ષિણ અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 16 થી 17 સપ્ટેમ્બરની વચ્ચે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જેમાં રાજ્યના સુરત, ડાંગ, વાપી, છોટાઉદેપુર તેમજ નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના દર્શાવી છે.
આ ઉપરાંત સિસ્ટમ આગળ વધતાં રાજ્યના બીજા વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ વધશે, જેમાં પંચમહાલ, વડોદરા, બનાસકાંઠાના ભાગો થરાદ, કાંકરેજ ઈકબાલગઢ, પાલનપુર અને ડિસા આ ભાગોમાં પણ વરસાદની શક્યતા છે અને આ ઉપરાંત આ ખેડાના આણંદ, મહેમદાવાદ, કપડવંજ અને બાલસિનોરમાં પણ વરસાદ થશે. અરવલ્લીમાં પણ વરસાદની શક્યતા છે. આગામી 48 કલાકમાં વડોદરા મધ્ય ગુજરાત સાથે અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ગાંધીનગરમાં પણ વરસાદ થશે.
આ પણ વાંચો: ગુજરાતમાં ટૂંક સમયમાં વિશેષ મહિલા સુરક્ષા સમિતિ બનાવવાની ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત