- અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરી
- 17થી 23 તારીખ સુધીમાં અનેક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા
- આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી
ગુજરાત રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. ત્યારે 16 અને 17 સપ્ટેમ્બર 2 દિવસ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેમાં ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે.
આ પણ વાંચો: ભાવનગરથી મથુરા જતી બસનો રાજસ્થાનમાં ભયંકર અકસ્માત, 11ના મોત
17થી 23 તારીખ સુધીમાં અનેક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા
રાજ્યમાં 17થી 23 તારીખ સુધીમાં અનેક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે. જ્યારે મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં પણ રાજ્યમાં વરસાદી ગતિવિધિ જોવા મળી હતી, પરંતુ તે માત્ર દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત તથા કેટલાક ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પૂરતી સીમિત રહી હતી. જોકે, આ વખતે આવનારા રાઉન્ડમાં રાજ્યના કેટલાક વધારે વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે એટલે કે ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે.
અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરી
બનાસકાંઠા, સાબરકાંઠામાં 48 કલાકમાં વરસાદની આગાહી છે. તેમજ અમરેલી, ભાવનગર, દીવ, જૂનાગઢમાં પણ વરસાદ રહેશે. તથા પોરબંદર, બોટાદ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.