ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે

Text To Speech
  • હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી
  • સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે
  • 16 સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે વરસાદની શરૂઆત થશે

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે તેથી ભારે વરસાદ આવશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે ચાલુ વર્ષે ચોમાસુ લાંબુ ચાલશે. તથા 16 થી 22 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે.

સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે

16 સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે વરસાદની શરૂઆત થશે. તેમજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. તથા મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. અને ઉત્તર ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. તેમજ ડેમોમાં નવા પાણી આવશે. ગુજરાતમાં સારા વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે. કેટલાક હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે, જેના કારણે ઉત્તર અને પૂર્વ ભાગમાં વરસાદ પડશે. 13 સપ્ટેમ્બર બાદ પણ વધુ એક નવી સિસ્ટમ બની રહી છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રામાં ભારે વરસાદ પડી શકે છે

બંગાળના ઉપસાગરમાં બનતી સિસ્ટમના કારણે વધુ એક વાર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થશે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ વરસાદની આગાહી કરી છે. તેઓએ જણાવ્યું છે કે, આગામી 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રામાં ભારે વરસાદ પડી શકે છે.

Back to top button