ગુજરાતમાં આગામી 5 દિવસ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
- અમદાવાદ શહેરમાં પણ સરેરાશ અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો
- અગાઉ જોધપુર વિસ્તારમાં સૌથી વઘુ 1 ઈંચ વરસાદ નોંધાયો હતો
- અમદાવાદમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે
ગુજરાતમાં આગામી 5 દિવસ વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની પણ આગાહી છે. તથા અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ છે. તેમજ સુરત, તાપી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે.
અમદાવાદ શહેરમાં પણ સરેરાશ અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો
પંચમહાલ, દાહોદ તથા અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ શહેરમાં પણ સરેરાશ અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે અમદાવાદ શહેરમાં સિઝનનો 100 ટકા વરસાદ પૂર્ણ થયો છે. તેમજ છેલ્લા 6 દિવસમાં જ 40 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદ શહેરમાં 24 ઓગસ્ટ સુધી 19.29 ઈંચ સાથે સરેરાશ 60 ટકા વરસાદ વરસ્યો હતો. જેની સરખામણીએ હવે 32.12 ઈંચથી વધુ વરસાદ પડી ગયો છે. રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી છે. જેમાં હવામાન વિભાગે વરસાદને લઇ આગાહી કરી છે. તેમાં આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. આજે કેટલાક સ્થળો પર અતિભારે વરસાદ પડી શકે છે.
વડોદરા અને છોટા ઉદેપુર અતિભારે વરસાદની આગાહી છે. તેમજ આણંદ, ભરૂચ, નર્મદામાં ભારે વરસાદની આગાહી છે.
અગાઉ જોધપુર વિસ્તારમાં સૌથી વઘુ 1 ઈંચ વરસાદ નોંધાયો હતો
અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ છે. તેમજ આજે વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. તેમજ અગાઉ જોધપુર વિસ્તારમાં સૌથી વઘુ 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. અન્યત્ર જ્યાં અડધો ઈંચ વરસાદ પડ્યો તેમાં રામોલ, ચકુડિયા, ઉસ્માનપુરા, બોડકદેવ, સાયન્સ સિટી, ગોતા, ચાંદખેડા, વાસણા બેરેજ, સરખેજ, જોધપુર ઝોનલ, બોપલ, દુધેશ્વર, નરોડા, મણિનગર જેવા વિસ્તારનો સમાવેશ થયો છે. ઝોન પ્રમાણે જોઇએ તો વેસ્ટ ઝોન, નોર્થ વેસ્ટ ઝોન, સાઉથ વેસ્ટ ઝોન, સેન્ટ્રલ ઝોનમાં અડધા ઈંચ જેટલો સરેરાશ વરસાદ આવ્યો હતો. અમદાવાદ શહેરમાંથી ચોમાસાની વર્તમાન સિઝનમાં નરોડામાં સૌથી વઘુ 53 ઈંચ, મણિનગરમાં 44 ઈંચ, ઓઢવમાં 39.56 ઈંચ વરસાદ પડી ગયો છે. બીજી તરફ અમદાવાદ જિલ્લામાં હજુ સુધી સરેરાશ 23.50 ઈંચ વરસાદ પડ્યો છે. જેમાં ધોળકામાં સૌથી વઘુ 33 ઈંચ, અમદાવાદ શહેરમાં 32.71 ઈંચ, ધંઘુકામાં 26.65 ઈંચ, બાવળામાં 26.25 ઈંચ, દસ્ક્રોઇમાં 23.30 ઈંચ વરસાદ પડ્યો છે.