ગુજરાતટોપ ન્યૂઝ

આગામી 24 કલાક માટે તૈયાર રહેજો ! આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી

Text To Speech

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. ભારે વરસાદને કારણે જૂનાગઢ, અમરેલી, સૌરાષ્ટ્ર સહિતના જિલ્લામાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે ફરી એક વાર વરસાદને લઈને આગાહી કરવામા આવી છે. જેમાં હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આગામી 24 કલાક અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં વરસાદને લઈને આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક રાજ્યના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાવામા આવી છે. જેમા વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

 આ પણ વાંચો : તથ્ય પટેલ સામે ગાળિયો કસાયો, 1700 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ

આગાહી-humdekhengenews

આ વિસ્તારોમાં ખાબકશે વરસાદ

હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામા આવી છે. આ સાથે આગામી 24 કલાકની આગાહીમાં અમદાવાદ અને ગાંધીનગરમાં કેટલાક ભાગમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

માછીમારોને આપી ચેતવણી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવતી કાલે વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે સુરત અને ડાંગમાં પણ ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. આ સિવાય રાજ્યના અન્ય કોઈ ભાગ માટે ભારે વરસાદની ચેતવણી અપવામા આવી નથીં. હવામાન વિભાગે ગુજરાતના ઉત્તર તથા દક્ષિણ ભાગની દરિયા પટ્ટીના માછીમારોને પાંચ દિવસ ચેતવણી આપી છે. આ દરમિયાન 40-45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

 આ પણ વાંચો : ઉત્સવ શોકમાં પરિણમ્યો ! વડોદરામાં દશામાની મૂર્તિના વિસર્જન સમયે બે જગ્યાએ 5 યુવાનો ડૂબ્યા

Back to top button