ચક્રવાત ‘હામૂન’ તીવ્ર બનતા કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
- ઉત્તરપૂર્વીય રાજ્યોમાં ચક્રવાતની થઈ શકે છે અસર
- માછીમારોને દરિયો ન ખેડવાનો તંત્રનો આદેશ
- 25 ઑક્ટોબરે ડિપ્રેશન સર્જાતા વાવઝોડું ફૂંકાવાની શક્યતા
ચક્રવાતી વાવાઝોડું ‘હામૂન’ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર તીવ્ર ચક્રવાત વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરપૂર્વીય રાજ્યો મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલય તેમજ દક્ષિણ આસામમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ચક્રવાત ‘હામૂન’ લગભગ ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધવાની સંભાવના છે. આગાહી મુજબ, વાવાઝોડું 25 ઑક્ટોબરે બપોરે સુમારે ખેપુપારા અને ચિત્તાગોંગ વચ્ચેના બાંગ્લાદેશના દરિયાકાંઠે ડિપ ડિપ્રેશન સર્જી શકે છે.
Cyclonic Storm “Hamoon” intensified into a Severe cyclonic storm over the Northwest Bay of Bengal: India Meteorological Department pic.twitter.com/tTyJ3LLuUi
— ANI (@ANI) October 24, 2023
પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની અસર
આ ઉપરાંત, 24 ઑક્ટોબરે મિઝોરમમાં ભારે વરસાદની અપેક્ષા છે જ્યારે ત્રિપુરામાં પણ વરસાદની આગાહી છે. જોકે, 26 ઑક્ટોબર સુધીમાં થોડાક ક્ષેત્રોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે. દક્ષિણ આસામ અને પૂર્વ મેઘાલયમાં પણ 24-25 ઑક્ટોબરના રોજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તેવી જ રીતે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લામાં પણ ચક્રવાતની અસર પડી શકે છે. જોકે, આ વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે.
#WATCH | Storm warning cage (number 2) has been mounted at Pamban Port in Rameswaram to warn fishermen about the Severe Cyclonic Storm ‘Hamoon’ over the Bay of Bengal pic.twitter.com/prjVruSLoL
— ANI (@ANI) October 24, 2023
આટલું જ નહીં, બંગાળની ખાડીના આસપાસના ક્ષેત્રોમાં ‘હામૂન’ વિશે માછીમારોને ચેતવણી આપવા માટે રામેશ્વરમના પંબન બંદર પર સાવચેતીના રૂપે 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ વહીવટીતંત્રે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે.
આ પણ વાંચો: ચક્રવાત ‘તેજ’ આગામી 6 કલાકમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી આગાહી