ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં ફરી જામશે ચોમાસું, 21થી લઇને 24 જુલાઈ સુધી આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Text To Speech

રાજ્યમાં હાલ વરસાદી માહોલ છે ત્યારે ફરી એક વાર ચોમાસાનો બીજો રાઉન્ડ શરુ થશે. તારીખ 21થી 24 જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 21 અને 22 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં સુરત, વલસાડ, ડાંગ સહિતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદથી ભારે વરસાદ પડી શકે છે.

ભારેથી અતિભારે વરસાદની આગાહી 

તારીખ 23 અને 24 જુલાઈના રોજ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી  છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. તો સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23એ કચ્છમાં અતિભારે વરસાદ પડી શકે છે. 24 જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. તો આજ રોજ 20 જુલાઈએ પણ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે.

માછીમારોને દરિયો ના ખેડવા અપીલ

ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યમાં NDRFની 13 ટીમ અને SDRFની 21 પ્લાટૂન તહેનાત કરવામાં આવી છે.સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 459 mm વરસાદ ગુજરાતમાં નોંધાયો છે.

Back to top button