ગુજરાતમાં આજે પણ અતિભારે વરસાદની આગાહી, આ શહેરોમાં રેડ એલર્ટ જાહેર
- અરવલ્લી અને માહિસાગર, પંચમહાલમાં વરસાદ પડશે
- વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 8.2 ઇંચ વરસાદ ખાબક્યો
- રાજ્યના 40 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો
ગુજરાતમાં આજે પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વિવિધ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ આગામી 3 કલાક માટે વેધર બુલેટિન જાહેર કરાયુ છે. જેમાં સવારે 8 થી 11 વાગ્યા સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે તથા 3 કલાક સુધી ગાજવીજ પવન સાથે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે.
વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 8.2 ઇંચ વરસાદ ખાબક્યો
બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા અરવલ્લી અને માહિસાગર, પંચમહાલમાં વરસાદ પડશે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદર અને નગર હવેલીમાં વરસાદ પડશે. તથા દ્વારકા, ભાવનગર, અને અમરેલી, છોટા ઉદેપુરમાં વરસાદ આવશે. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે. તો હવામાન વિભાગે આપેલા આંકડા પર નજર કરીએ તો, ગુજરાતમાં 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 8.2 ઇંચ વરસાદ ખાબક્યો છે.
રાજ્યના 40 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો
રાજ્યના 40 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 8.2 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કામરેજ અને પલસાણામાં 6.4 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં 5.8 ઇંચ, નીઝરમાં 5.6 ઇંચ વરસાદ મહુવામાં 5.5 ઇંચ, નવસારીમાં 4.9 ઇંચ વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથમાં સતત પાંચમાં દિવસે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સતત પાંચમા દિવસે ગીરમાં વરસાદી માહોલ છવાયેલો છે. ગીર ગઢડામાં બે કલાક 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. કોડીનાર, સુત્રાપાડા, તાલાલા અને ઉનામાં હળવા ઝાપટાં પડી રહ્યા છે.