ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં જશે જળબંબાકાર

Text To Speech
  • વરસાદની આગાહી કરવામાં આવતા લોકોને હાલાકીનો ભય
  • ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી
  • વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગમાં રહેશે વરસાદ

ગુજરાત રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી છે. જેમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી છે. તેમજ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગમાં વરસાદ રહેશે. તથા નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદ રહેશે.

સુરેન્દ્રનગર, સુરત, તાપીમાં હળવાથી વરસાદની આગાહી

રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ સાથે અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકામાં પણ વરસાદની આગાહી છે. તેમજ ગીર સોમનાથ, બોટાદ,દીવ, કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.  બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા તથા ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદમાં વરસાદની આગાહી છે. તથા આણંદ ,પંચમહાલ, દાહોદ, મહીસાગર તેમજ  સુરેન્દ્રનગર, સુરત, તાપીમાં હળવાથી વરસાદની આગાહી છે.

નાવ કાસ્ટ જાહેર કરીને ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે આગાહી કરી છે. નાવ કાસ્ટ જાહેર કરીને ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામાં આવતા લોકોને હાલાકીનો ભય સતાવી રહ્યો છે. જેમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.

Back to top button