ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો કયા ખાબકશે મેઘો
- દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી
- સાબરકાંઠા, પંચમહાલ, દાહોદમાં વરસાદનું યલો એલર્ટ
- આજે સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ થઈ શકે છે
ગુજરાતમાં આજે ગણેશ ચતુર્થીના દિવસે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા, પંચમહાલ, દાહોદમાં વરસાદનું યલો એલર્ટ છે. તેમજ છોટાઉદેપુર, વલસાડમાં વરસાદનું યલો એલર્ટ તથા નવસારીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દીવ, દમણમાં ભારે વરસાદની આગાહી કરાવામાં આવી છે.
દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી
દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે અરવલ્લી, મહિસાગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ તથા ભાવનગર, ગાંધીનગર, ખેડામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં નૈઋત્ય દિશાથી પવન ફૂકાતા હળવા ઝાપટા પડી શકે છે. હાલ સીયર ઝોન મધ્ય ભારતમાં સ્થિર રહેતાં પવનની દિશા હાલ નેરૂધ્ય તરફ રહેતાં વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે. જેથી આજનાં દિવસે છુટા છવાયાં વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે. ત્યારબાદ આગામી દિવસોમાં ધીમે-ધીમે આકાશ અંશત વાદળછાયું અને ચોખ્ખું રહેતાં વરસાદ નહિવત જોવા મળશે.
આજે સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ થઈ શકે છે
આજે સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ થઈ શકે છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આઠમી સપ્ટેમ્બરે મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદ થઈ શકે છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.