- આવતીકાલે દાહોદમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી
- અમદાવાદમાં આજે મધ્યમ વરસાદની સંભાવના છે
- સુરત, વલસાડ, ભરૂચમાં પણ અતિભારે વરસાદની શક્યતા
ગુજરાત રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી છે. જેમાં આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં અતિભારે વરસાદ રહેશે. તેમજ ખેડા, આણંદ, વડોદરા, તાપીમાં અતિભારે વરસાદની શક્યતા છે. સાથે જે સુરત, વલસાડ, ભરૂચમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે.
અમદાવાદમાં આજે મધ્યમ વરસાદની સંભાવના છે
અમદાવાદમાં આજે મધ્યમ વરસાદની સંભાવના છે. આવતીકાલે દાહોદ, અરવલ્લી, ખેડામાં ભારે વરસાદ સાથે છોટા ઉદેપુર, આણંદ, વડોદરા, ભરૂચ, બનાસકાંઠામાં આગાહી છે. તેમજ 18 સપ્ટેમ્બરે પાટણ, મહેસાણામાં ભારે વરસાદની આગાહી છે. અને ગાંધીનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી છે. તથા ભાવનગરમાં પણ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. સાથે જ કચ્છમાં 18 અને 19 સપ્ટેમ્બરે અતિભારે વરસાદની આગાહી છે.
આવતીકાલે દાહોદમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી
આવતીકાલે દાહોદમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા,મહેસાણા, સબારકાંઠા, ગાંધીનગર, ખેડા ,આણંદ, અમદાવાદ, મહીસાગર, નર્મદા, ભરુચ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 18 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે સાબરાંકાંઠા તેમજ ગાંધીનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય પાટણ અને મહેસાણામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 સપ્ટેમ્બરના રોજ મહેસાણા અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.