આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની આગાહી, જાણો આવનારા સપ્ટેમ્બર મહિનાને લઈ અંબાલાલ પટેલે શું કહ્યું
- આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની આગાહી કરી
- બંન્ને રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જારી
- આસામના ચિરાંગ, ધેમાજી અને કોકરાઝારના 71 ગામોમાં હજી પૂરની સ્થિતી જોવા મળી
ગુજરાતની જનતાને વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે. હવામાન વિભાગે આગામી એક સપ્તાહ માટે વરસાદ અંગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાટ જીલ્લાઓને બાદ કરતા સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સૂકુ રહેશે તેવી આગાહી કરાઇ છે. જ્યાં બીજી તરફ ભારતીય હવામાન વિભાગે 26 ઓગસ્ટ સુધી કેટલાક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર,દેશના અનેક રાજ્યોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની અસર જોવા મળી રહી છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગે 26 ઓગસ્ટ સુધી કેટલાક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. IMD અનુસાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, બિહાર, આસામ અને મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. જો કે, હાલ આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની આગાહી કરી બંન્ને રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જારી કરી છે. હાલ આસામના 3 જિલ્લા ચિરાંગ, ધેમાજી અને કોકરાઝારના 71 ગામોમાં હજી પૂરની સ્થિતી જોવા મળી છે.
સપ્ટેમ્બર મહિનો કોરો નહિ જાય
મહત્વનું છે કે, આખું ઓગસ્ટ ગુજરાતમાં કોરુ રહ્યું. ક્યાંક જ છુટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. ઓગસ્ટમાં વરસાદ હાથ તાળી આપીને જતો રહ્યો હોય તેવું લાગ્યુ. પરંતુ સપ્ટેમ્બર મહિનો કોરો નહિ જાય. સપ્ટેમ્બર મહિનાની આગાહી આવી ગઈ છે. હવામાનશાસ્ત્રી અંબાલાલની આગાહી મુજબ, ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 27 થી 31 દરમિયાન દરિયાઈ વિસ્તારમાં વરસાદની શક્યતા છે. રાજ્યમાં 28 ઓગસ્ટથી તાપમાન વધશે. 31 ઓગસ્ટ બાદ બંગાળ ઉપસારમાં લો પ્રેશર બનતા ભારે ગતિવિધિ દેખાશે. અરબી સમુદ્રમાં 14 સપ્ટેમ્બરની આસપાસ લો પ્રેશરના કારણે સિસ્ટમ બનશે, જેને કારણે સપ્ટેમ્બરના પહેલા અને બીજા અઠવાડિયામાં વરસાદી ઝાપટા પડશે.
વરસાદ બાદ ફરીથી તડકો પડવાની આશંકા
દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોના વરસાદ બાદ ફરીથી તડકો પડવાની આશંકા છે. આવી સ્થિતિમાં લોકોને ભેજવાળી ગરમીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી પાંચ દિવસમાં દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે સ્પષ્ટ કહ્યું છે કે આગામી દિવસોમાં વરસાદની કોઈ આગાહી નથી.
આ પણ વાંચો : રાજ્યમાં ઠંડીના વાતાવરણ વચ્ચે બે દિવસ વરસાદની આગાહી, આ વિસ્તારમાં પડશે વરસાદ