ગુજરાત

બનાસકાંઠા જિલ્લામાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, ખેડૂતોમાં ચિંતા વધી

Text To Speech
  • બાલારામ નદીમાં બે કાંઠે પાણી આવતા લોકોની ભીડ ઉમટી
  • પાલનપુર આબુ હાઇવે પર વરસાદી પાણી ભરાતા હાલાકી
  • ઉપરવાસમાં વરસાદથી નદીઓ પણ બે કાંઠે વહેતી જોવા મળી

બનાસકાંઠા જિલ્લામાં આગામી બે દિવસ ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તેમજ જિલ્લામાં વરસેલા ભારે વરસાદથી નદીઓ બે કાંઠે થઈ છે. તથા મિની ચેકડેમ પણ છલોછલ થયા છે. જેમાં ઉપરવાસમાં વરસાદથી નદીઓ પણ બે કાંઠે વહેતી જોવા મળી હતી. અને પાલનપુર પાસે હાથીદરામાં મીની ચેક ડેમ છલકાયો હતો.

આ પણ વાંચો: રાજકોટના ખારચીયા ગામની પરિસ્થિતિ જુનાગઢની માફક ભયંકર બની 

બાલારામ નદીમાં બે કાંઠે પાણી આવતા લોકોની ભીડ ઉમટી

બનાસકાંઠા જિલ્લામાં પડેલા વરસાદથી યાત્રાધામ બાલારામ, બાજોઠીયા, હાથીદરા સહિતના મીની ચેકડેમ ભરાયા હતા. જિલ્લામાં શનિવારે વરસાદ વરસ્યો હતો. જેમાં જિલ્લાના તાલુકાઓમાં બે મિમીથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. જેને લઇને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેમાં ઉપરવાસમાં વરસાદથી નદીઓ પણ બે કાંઠે વહેતી જોવા મળી હતી. જેમાં પાલનપુર પાસે હાથીદરામાં મીની ચેક ડેમ છલકાયો હતો ત્યારે બાજોઠીયા મહાદેવનો પણ મિનિ ચેકડેમ છલકાયો હતો. ત્યારે બાલારામ નદીમાં બે કાંઠે પાણી આવતા લોકોની ભીડ ઉમટી હતી.

આ પણ વાંચો: ભારે વરસાદના કારણે ગુજરાતના વિસ્તારોમાં આજે પણ રેડ અને ઓરેન્જ એલર્ટ 

પાલનપુર આબુ હાઇવે પર વરસાદી પાણી ભરાતા હાલાકી

પાલનપુરના બેચરપુરા વિસ્તારથી હાઇવે જવાના માર્ગ પર કિસાન ઓઇલ આવેલી છે ત્યાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જતા આજુબાજુની સોસાયટીઓમાં રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ અંગે અવારનવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો હલ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. જોકે આગામી દિવસોમાં જો સમસ્યાનો હલ નહીં થાય તો સ્થાનિકો દ્વારા ઉચ્ચ લેવલે રજૂઆત કરવાની વાત કરી હતી. જ્યારે પાલનપુર આબુ હાઇવે પર વરસાદી પાણી માટે પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરાયું છે. પરંતુ ત્યાં પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

Back to top button