- બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ
- લો પ્રેશર સર્જાતા ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
- બોટાદ અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે
ગુજરાતમાં આગામી 4 દિવસ સાથે ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગઈકાલે દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને તેને અડીને આવેલા મધ્યપ્રદેશ પર વેલ માર્ક લો પ્રેસર સર્જાયું છે. તે હવે લો પ્રેસર તરીકે ક્રમશઃ દક્ષિણ-પૂર્વ રાજસ્થાન તરફ આગામી બે દિવસ દરમિયાન આગળ વધશે. તેની અસર તળે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.
બોટાદ અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે
હવામાન ખાતાની 4 દિવસની આગાહી મુજબ પ્રથમ દિવસે અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરાના અમુક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસાદ વરસી શકે છે. જ્યારે પાટણ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, સુરત, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે.
લો પ્રેશર સર્જાતા ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી છે. તેમજ લો પ્રેશર સર્જાતા ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આજે પાટણ, મહેસાણામાં ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે. તથા ગાંધીનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની શક્યતા છે. ભાવનગરમાં પણ વરસાદની હવામાન વિભાગની આગાહી સાથે કચ્છમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની શક્યતા છે. તેમજ અરવલ્લી, ખેડા, મહિસાગરમાં વરસાદનું રેડ એલર્ટ તથા સાબરકાંઠા, મહેસાણા, વડોદરામાં ઓરેન્જ એલર્ટ સાથે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ છે.
બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ
બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ સાથે બોટાદ, ભરૂચ, નર્મદામાં યલો એલર્ટ સાથે તાપી, છોટાઉદેપુર, સુરતમાં વરસાદનું યલો એલર્ટ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર જિલ્લાના અમુક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે ખેડા, અમદાવાદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે. તેમજ બનાસકાંઠા, પાટણ, કચ્છ જિલ્લાના અમુક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.