ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં વરસાદ

Text To Speech

રાજ્યમાં શ્રાવણ મહિનામાં ખુબ સારો વરસાદ પડ્યો. રાજ્યમાં હજુ વરસાદની સીઝન પૂર્ણ થઈ નથી. હવામાન વિભાગ દ્વારા આજથી પાંચ દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે હજુ પાંચ દિવસ રાજ્યમાં સારો વરસાદ પડશે. જેમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અનેક જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ 

આજે વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ‘રાજ્યમાં આજે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસશે. પાંચ દિવસ સુધી ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં આજે બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એ સિવાય સાબરકાંઠા, પાટણ સહિત દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.

સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દમણ પંથકમાં વરસાદની આગાહી  

ગુજરાત પ્રદેશના જિલ્લાઓ અને દમણમાં સારો એવો વરસાદ પડશે. તો બીજી બાજુ દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ તેમજ દીવમાં પણ સારો એવો વરસાદ થશે. તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

Back to top button