તૈયાર રહેજો! ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, આ વિસ્તારો થશે જળબંબાકાર
રાજ્યમાં હાલ વરસાદનો માહોલ બરોબર જામ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ મેઘતાંડવ જોવા મળ્યું હતું. છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. ત્યારે આજે ફરી એક વાર હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. જેમા હવામાન વિભાગે 4-5 ઓગસ્ટના રોજ રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ ખાબકવાની શક્યતા વ્યક્ત કરી છે.
4 અને 5 ઓગસ્ટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે ફરી એક વાર વરસાદને લઈને આગાહી કરી છે. રાજ્ય માટે આગામી 4 દિવસ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ 4 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી છે.4 ઓગષ્ટથી વરસાદનું જોર વધશે. તેમજ 4 અને 5 ઓગસ્ટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવમા આવી છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. આ સાથે અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે.
આ પણ વાંચો : BREAKING NEWS: સુરતમાં મોટી દુર્ઘટના, કેમિકલ ભરેલુ ડ્રમ ફાટતા 4 કામદારોના મોત
આ કારણે વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાયક્લોન સર્ક્યુલેશન એક્ટિવ થશે જેના કારણે ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં ભારે વરસાદની સાથે પવન પણ રહેવાની શક્યતા છે. જેથી હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના આપી છે.
ગુજરાતમાં અત્યાર સુધી 92% જેટલો વરસાદ
મહત્વનું છે કે ગુજરાતમાં અત્યાર સુધી પડી ચૂક્યો છે 92% જેટલો વરસાદ વરસી ચૂકયો છે. આ વર્ષે સિઝનનો સૌથી સારો વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યમા અનેક નદી નાળા છલકાઈ ગયા છે.
આ પણ વાંચો : ભારતમાં ફૂટબોલ 20 વર્ષમાં ગેમચેન્જર બનશે: પરિમલ નથવાણી