રાજ્યના આ વિસ્તારોમાં મેઘરાજા આજે બોલાવશે ધડબડાટી, હવામાન વિભાગે કરી આગાહી
રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં જે રીતે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 229 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. હજુ પણ 2 દિવસ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ વાપીમાં 7 ઇંચ મેઘ મહેર થઈ છે. આજે 16 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે રાજ્યના કેટલાંક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, વલસાડ, જામનગર, રાજકોટ, દ્વારકા,મોરબી, સુરત, ભરૂચ, મહેસાણા, અરવલ્લી અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
48 કલાક ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે. 3 દિવસ ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ વરસશે. આજે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ હવામાન વિભાગે જણાવ્યું છે કે 26 જુલાઈથી વરસાદનું જોર ઘટી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે