રાજ્યના આ જિલ્લાઓ માટે આગામી 24 કલાક ભારે, અમદાવાદમાં યલો એલર્ટ
રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમા પલટો આવ્યો છે. અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એક વાર વરસાદને લઈને આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
આગામી 24 કલાક વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં વરસાદને લઈને આગાહી કરવામા આવી છે. જેમાં આગામી 24 કલાક રાજ્યમાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગે ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.
1 અને 4 જૂને અમદાવાદમાં ગરમીનું યેલો એલર્ટ
વરસાદની આગાહીની સાથે હવામાન વિભાગે ગરમીને લઈને પણ આગાહી કરી છે. જેમાં હવામાન દ્વારા અમદાવાદ શહેરમાં 1 અને 4 જૂને ગરમીનું યેલો એલર્ટ આપવામા આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. અને 24 કલાક દરમિયાન તાપમાન 40 ડિગ્રી આસપાસ રહી શકે છે.
આ કારણે વરસી રહ્યો છે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. તેમજ ઉત્તરી મધ્યપ્રદેશમાં ટ્રફ સર્જાયું છે અને સાથે પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. આ ત્રણ સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે.
આ પણ વાંચો : અમરેલીમાં હિચકારી ઘટના, શ્વાનના ટોળાએ 3 વર્ષના માસુમ બાળકને ફંગોળી મારી નાખ્યું