મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે મોટા ભાગના ડેમો ભરાઈ ગયા છે. જેને પગલે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના 18 ગેટ ખોલવામાં આવ્યા છે. જેથી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 125.79 મીટર પહોંચી છે.
ડેમની જળ સપાટીમાં વધારો
તો આ તરફ રાજ્યમાં પણ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. જેને પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક થઇ રહી છે. સતત પાણીની આવકને લઇ નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થઇ રહ્યો છે.
પાણીનો પ્રવાહ વધતા પાવર હાઉસ શરુ કરવામાં આવ્યા
છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની જળ સપાટીમાં 1.75 મીટરનો ધરખમ વધારો થયો છે. જેને લઇ ડેમની જળ સપાટી 125.79 મીટરે પહોંચી છે. તો હાલ ડેમમાં 2 લાખ 92 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. તો બીજી તરફ પાણીનો પ્રવાહ વધતા પાવર હાઉસ પણ શરૂ કરી દેવામાં આવ્યાં છે.