- રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી 5 દિવસ કમોસમી વરસાદની સંભાવના
- દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તથા કચ્છમાં વરસાદની સંભાવના
- રાજકોટમાં વિજળીના ચમકારા અને ગાજવીજ જોવા મળ્યા
આજે શનિવારે વહેલી સવારે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત અનેક વિસ્તારોમાં જોરદાર ઝાપટું પડી ગયું હતું. ઉલ્લેખનીય છે કે, હવામાન ખાતા દ્વારા ખેડૂતો માટે માઠા સમાચાર જણાવવામાં આવ્યા હતા. જેમાં રાજ્યમાં ગરમી સાથે કમોસમી વરસાદ પડવાની અગાહી કરવામાં આવી છે. તેમાં રાજ્યમાં 5 દિવસ કમોસમી વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની સંભાવના છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વરસાદની આગાહી છે. તથા રાજસ્થાનમાં વેસ્ટર્ન સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમજ મોટાભાગના શહેરમાં તાપમાન 40 ડિગ્રી રહેશે. તથા રાજ્યમાં પવનની ગતિ 20થી 30 કિમીની રહેશે. જેમાં રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ રહેશે. તથા ગરમી સાથે કમોસમી વરસાદ પડશે. એપ્રિલના અંત અને મેની શરૂઆતમાં કમોસમી વરસાદ રહેશે.
ક્યાં – ક્યાં જોવા મળશે માવઠાની અસર ?
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં માવઠાનો માર રહેશે. જેમાં રાજ્યના વાતાવરણ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી માવઠું રહેશે. તેમાં 1 મેએ બીજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થતા મે મહીનામાં કમોસમી વરસાદ રહેશે. તથા 29થી 3મે સુધી કમોસમી વરસાદ રહેશે. ગરમીના કારણે પારો મોટા ભાગના વિસ્તરામા તાપમાન 40 ડિગ્રી રહેશે. તથા રાજ્યમાં પવનની ગતિ 20થી 30 કિમિની રહેશે.