ગુજરાતમધ્ય ગુજરાત

વડોદરાના પાદરામાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં

Text To Speech

વડોદરાના પાદરાના મહૂવડ ચોકડી પાસે આવેલી વીઝન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ ભભૂકી ઉઠી હતા. જેના કારણે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ કંપનીમાં કોમિકલ હોવાને કારણે આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું હતુ. જેથી આગના ગોટેગોટા ઉડતા નજરે પડી રહ્યા હતા.

પાદરાની કેમિકલ કંપનીમાં આગ

વડોદરાના પાદરાના મહૂવડ ચોકડી પાસે આવેલી વીઝન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. કંપનીમાં કેમીકલ હોવાને કારણે આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધુ હતું. અને બીજી તરફ આ કંપની મુખ્ય રોડ પર ડજ હોવાથી સલામતી માટે જાહેર માર્ગને બંધ કરવા પડ્યા હતા.

25 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડાયા

પાદરામાં આવેલી આ કંપનીમાં મોડી રાત્રે આગ લાગવાથી કંપનીની આસપાસ રહેતા રહેતા 25 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા. અને આ ઘટનાને રગલે સ્થાનિક કંપનીએ તથા વડોદરા ફાયર ફાઈટરના 8 જેટલા ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લેવાના પ્રયત્નો કરવા લાગ્યા હતા. તેમજ વહીવટી તંત્ર અને સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચીને બચાવ કાર્યમાં જોડાઈ ગયો હતો.

આ પણ વાંચો : વાતાવરણમાં પલટો : સૌરાષ્ટ્ર- ઉ.ગુજરાતના વિવિધ સ્થાનો પર વરસાદ, ભારે પવન સાથે શું છે આજની આગાહી ?

Back to top button