ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હી MCDમાં મેયરની ચૂંટણી પૂર્વે આપ અને ભાજપના કાઉન્સિલર વચ્ચે ભારે રકઝક, જુઓ વીડિયો

દેશના પાટનગર દિલ્લીમાં આજે શુક્રવારે નવા મેયર અને ડેપ્યુટી મેયરની વરણી થવા જઈ રહી છે ત્યારે 250 કાઉન્સિલર ધરાવતી એમસીડી ની આજે મળેલી સભામાં ભારે હોબાળો થવા પામ્યો છે. ગત મહિને યોજાયેલી કાઉન્સિલર ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કુલ 134 બેઠક પર વિજય મેળવ્યો હતો જ્યારે ભાજપ ને 104 બેઠક મળી હતી.

આ પણ વાંચો : કાંઝાવાલા કેસ : અંજલિને જે કારમાં ઢસેડવામાં આવી હતી તેના માલિકની ધરપકડ

એમસીડી માં ભાજપના સળંગ 15 વર્ષના શાસનનો અંત આણતા આમ આદમી પાર્ટી એ બહુમતી કરતાં વધુ 9 બેઠક પર વિજય મેળવ્યો હતો. જ્યારે કોંગ્રસના માત્ર 9 કાઉન્સિલર ચુંટાઈ આવ્યા હતા. આમ આદમી પાર્ટી મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે ફેવરિટ મનાઈ રહી છે.

કેમ શરૂ થયો વિવાદ ?

જ્યારે એલજી દ્વારા નોમિનેત 10 કાઉન્સિલરોને શપથ ગ્રહણ માટે સૌથી પહેલાં બોલાવવામાં આવ્યા ત્યારે આપના નેતાઓ તરફથી વિરોધ શરૂ કરવામાં આવ્યોહતો. જેમને વિરોધમાં એવું કહ્યું કે, સૌથી પહેલાં ચૂંટાયેલા કાઉન્સિલરોની શપથ ગ્રહણ થવી જોઇએ. જેના કારણે ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચ રકઝક ઊભી થઈ અને તે એટલી હદે વધી કે બંને વચ્ચે મારામારીની ઘટના બની ગઈ હતી. જેના કારણે મેયર અને ડેપ્યુટી મેયર પસંદગીની પ્રક્રિયામાં પણ વિલંબ ઊભો થયો છે.

શું કહેવું છે મેયર પદના ઉમેદવારોનું ?

Delhi mcd mayor Candidate AAP and BJP Hum Dekhenge News
ભાજપ અને આપના મેયર પદના ઉમેદવાર

આ તરફ મેયર પદ માટે AAPએ શેલી ઓબેરોય અને આશુ ઠાકુરને મેદાનમાં ઉતાર્યા છે. શેલી ઓબેરોય એ IGNOUની સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી પીએચડી કર્યું છે, તેમણે ઘણી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપી છે. એમસીડીના ટોચના હોદ્દા માટે પસંદ થયા બાદ ઓબેરોયે કહ્યું હતું, “મને આ જવાબદારી સોંપવા બદલ હું અરવિંદ કેજરીવાલ અને AAPનો આભાર માનું છું. આગામી થોડા મહિનાઓમાં, અમે બધા મળીને દિલ્હીને એવું શહેર બનાવવા માટે કામ કરીશું જે તે હોવું જોઈએ. છેલ્લા 15 વર્ષમાં ભાજપે તેના કાર્યકાળ દરમિયાન દિલ્હીને “દેશની કચરાની રાજધાની” બનાવી દીધી છે. દિલ્હી ફરીથી સ્વચ્છ બને તે માટે અમે સાથે મળીને કામ કરીશું.” તેમણે કહ્યું હતું કે ચૂંટણી દરમિયાન તેની પાર્ટી દ્વારા આપવામાં આવેલી 10 ગેરંટી પૂરી કરવામાં આવશે.

મેયર પદના ભાજપના ઉમેદવાર રેખા ગુપ્તાએ કહ્યું હતું “હું તમામ કાઉન્સિલરોને અપીલ કરું છું કે જેઓ દિલ્હીના વિકાસ અને સુધારણા માટે મતદાન કરે છે. મને આશા છે કે તેઓ તેમના અંતરાત્માનો અવાજ સાંભળીને શહેર માટે યોગ્ય મેયર પસંદ કરશે.” ડેપ્યુટી મેયરની ભૂમિકા માટે ભાજપ તરફથી કમલ બાગરીને ઉમેદવારી કરવામાં આવી છે.

આ પણ વાંચો : મધ્યપ્રદેશમાં ટ્રેઇનિંગ દરમિયાન પ્લેન મંદિર સાથે અથડાયું, પાઇલટનું મોત, એક ગંભીર

ડેપ્યુટી મેયર પદ માટેના ઉમેદવારોમાં AAP તરફથી આલે મોહમ્મદ ઈકબાલ અને જલજ કુમાર છે. આલે મોહમ્મદ ઈકબાલ દિલ્હીના વોર્ડ 76 ચાંદની મહેલમાંથી કાઉન્સિલર તરીકે ચૂંટાયા છે. આ ચૂંટણીમાં તેમનો મુકાબલો ભાજપના ઈરફાન મલિક અને કોંગ્રેસના મોહમ્મદ હમીદ સામે હતો. તેમણે 17,000 થી વધુ મતોના રેકોર્ડ માર્જિનથી ચૂંટણી જીતી હતી. તેઓ 2012 અને 2017માં પણ કાઉન્સિલર હતા. તેઓ 2017માં દિલ્હી ગેટ વોર્ડ અને 2012માં તુર્કમાન ગેટમાંથી કાઉન્સિલર બન્યા હતા. 2012માં તેઓ ઉત્તર MCDના સિટી ઝોનના અધ્યક્ષ હતા.

Back to top button