સોનામાં ભારે ડિમાન્ડ, ફરી એકવાર ભાવમાં ઉછાળો, જાણો શું છે આજનો ભાવ
સોનાની ડિમાંડ વધતા સોનાનો ભાવ ઉચ્ચ સપાટીએ છે. સોનાના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો છે. દોઢ મહિનામાં સોનાની કિંમત નવી લાઈફ ટાઈમ ઉચ્ચ બની ગઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવ રૂ.59,000ને પાર કરી ગયા છે અને સોનાનો ભાવ રેકોર્ડબ્રેક ઊંચાઈએ પહોંચી ગયો છે. સપ્તાહના ટ્રેડિંગ દિવસે સોનાનો ભાવ રૂ.1,400ના વધુ વધારા સાથે બંધ થયા હતા. અગાઉ 2 ફેબ્રુઆરીએ સોનામાં લાઈફ ટાઈમ ઉચ્ચ સપાટીએ જોવા મળ્યો હતો. તે સમયે સોનાનો ભાવ 58,847 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. તે પછી, માર્ચના શરૂઆતના દિવસોમાં સોનાના ભાવ ઘટીને 55 હજારની આસપાસ આવી ગયા હતા, પરંતુ અમેરિકન બેંકિંગ કટોકટી અને પછી યુરોપિયન સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજદરમાં વધારાએ સોનાને ટેકો આપ્યો હતો. જેના કારણે સોનાની કિંમત રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે.
આ પણ વાંચો : સોનાનો ભાવ જાણી ચોંકી જશો, આજે જ ખરીદી લો સોનું !
સોનાના ભાવ રેકોર્ડબ્રેક ઉચ્ચ સપાટીએ
સોનાનો ભાવ રેકોર્ડબ્રેક ઉચ્ચ સપાટીએ પહોંચી ગયો છે અને પહેલીવાર 59 હજારની સપાટીને પાર કરી ગયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર તે લગભગ રૂ. 1,414ના વધારા સાથે રૂ. 59,420 પર બંધ રહ્યો હતો. જ્યારે ટ્રેડિંગ સેશનમાં સોનું રૂ. 59,461 સાથે લાઇફ ટાઇમ ઉચ્ચ સપાટીએ પહોચ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી સોનાનો ભાવ 58 હજારની ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો. એવી અપેક્ષા હતી કે સોનાની કિંમત ટૂંક સમયમાં રૂ. 59,000ને પાર કરી જશે. જો કે, સોનું આજે રૂ. 58,269 પર ખુલ્યું હતું અને એક દિવસ પહેલા રૂ. 58,006 પર બંધ થયું હતું.
આ પણ વાંચો : લગ્નની સિઝન વચ્ચે સોનાના ભાવમાં તમામ રેકોર્ડ તૂટ્યા, આજે ભાવમાં ધરખમ વધારો
વિદેશી બજારોમાં સોનું $2000ને પાર
અમેરિકાના કોમેક્સ માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ $62.70ના વધારા સાથે $2,002.40 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે તેમજ ગોલ્ડ સ્પોટની કિંમત $67.18 પ્રતિ ઔંસના વધારા સાથે $1,986.70 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે. બીજી તરફ, ચાંદીનો ભાવ 4.69 ટકાના વધારા સાથે 22.71 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે તેમજ ચાંદીના હાજર ભાવ 4.14 ટકાના વધારા સાથે 22.59 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યા છે.
આ પણ વાંચો : દેશના આ શહેરોમાં સસ્તું છે સોનું, જાણો- કયા શહેરોમાં કેટલો છે ભાવ ?
સોનું 60 હજારની નજીક
IIFLના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે અમેરિકન બેન્કિંગ કટોકટી અને યુરોપિયન સેન્ટ્રલ બેન્ક દ્વારા વ્યાજદરમાં 0.50 ટકાના વધારાને કારણે સોનાના ભાવમાં સારો વધારો થયો છે. તેમણે કહ્યું કે શક્ય છે કે આ સત્રમાં સોનાની કિંમત અમેરિકામાં 2 હજાર ડોલરને પાર કરી જશે. જો આવું થાય તો ભારતના બજારમાં સોનાની કિંમત 60 હજાર સુધી પહોંચી શકે છે. આમ નજીકના સમયમાં 60 હજારનો આંકડો પાર કરી શકે છે.