આર્થિક તંગી વચ્ચે પાકિસ્તાનમાં પેટ્રોલ પંપો પર ભારે ભીડ, કિંમતો વધવાનો ડર
આર્થિક તંગી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાન કંગાળની સ્થિતિએ પહોંચી ગયો છે. એક બાદ એક નવી મુશ્કેલીઓ પાકિસ્તાનની સામે આવી રહી છે. ત્યારે ગઈ કાલે પાકિસ્તાનના વિવિધ પેટ્રેલ પંપો પર લોકોની લાંબી કતારો જોવા મળી હતી. પાકિસ્તાની અખબાર ડૉન અનુસાર, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની અફવાને કારણે શનિવારે પાકિસ્તાનના ઘણા ભાગોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી હતી.
સોશિયલ મીડિયા પર પેટ્રોલ- ડીઝલના ભાવ વધવાની અફવા
બ્રિટિશ અખબાર ફાઈનાન્સિયલ ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા હવે ડૂબવાની ખૂબ નજીક પહોંચી ગઈ છે. આ રિપોર્ટમાં ખુલાસો કરાયો હતો કે પાકિસ્તાનમાં વિદેશી મુદ્રા ભંડારમાં મોટો ઘટાડો થયો છે, જેના કારણે હજારો કન્ટેનર બંદરો પર અટવાઈ પડ્યા છે. આ દરમિયાન એવા સમાચાર સામે આવ્યા છે કે પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને જઈ રહ્યા છે.
પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી
પાકિસ્તાની અખબાર ડૉન અનુસાર, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની અફવાને કારણે શનિવારે દેશના ઘણા ભાગોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી હતી.સોશિયલ મીડિયા પર શેર થઈ રહેલા સમાચાર મુજબ, 1 ફેબ્રુઆરીએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 45 થી 80 રૂપિયાનો વધારો થવાની સંભાવના છે. અખબાર ડૉનને જણાવ્યું કે અમે સોશિયલ મીડિયા પર એક અહેવાલ જોયો કે ડોલરની કિંમત અને આંતરરાષ્ટ્રીય પેટ્રોલિયમની કિંમતોમાં વધારાને કારણે તેલની કિંમતો વધશે.
અધિકારીએ ભાવ વધારાની વાત પાયાવિહોણી ગણાવી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આવી જ સ્થિતિ અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી હતી. જિયો ન્યૂઝે કહ્યું કે ગુજરાનવાલામાં માત્ર 20 ટકા પંપ પાસે પેટ્રોલ છે. જ્યારે રહીમ યાર ખાન, બહાવલપુર, સિયાલકોટ અને ફૈસલાબાદમાં પણ ભારે અછત નોંધાઈ છે. જો કે, એક અધિકારીએ ડૉનને જણાવ્યું કે અફવાઓ પાયાવિહોણી છે અને લોકોને તેને ગંભીરતાથી ન લેવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આગામી બે સપ્તાહ સુધી કિંમતોમાં કોઈ ફેરફાર કરવાની તૈયારી નથી. અધિકારીના જણાવ્યા મુજબ વર્તમાન નિયમો અનુસાર, પહેલા OGRA પેટ્રોલિયમ વિભાગને પ્રસ્તાવ મોકલે છે. આ પ્રસ્તાવ નાણાં મંત્રાલયને મોકલવામાં આવે છે..તેમણે કહ્યું કે જો રૂપિયાના અવમૂલ્યન અને આંતરરાષ્ટ્રીય તેલના ભાવની અસર જોવામાં આવે તો તે 15 ફેબ્રુઆરીથી શરૂ થતા પખવાડિયાની ગણતરીમાં જોવા મળશે.
આ પણ વાંચો : કડકડતી ઠંડી વચ્ચે માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી, કરોડો રુપિયાના નુકશાનની ભિતી