ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સિક્કિમના નાથુલા સરહદી વિસ્તારમાં ભારે હિમપ્રપાત, મૃત્યુઆંકમાં વધારો

Text To Speech

સિક્કિમના નાથુ લાના સરહદી વિસ્તારમાં ભારે હિમપ્રપાત થયો હતો. આ ઘટનામાં 7 પ્રવાસીઓના મોત અને 11 ઘાયલ થયા છે. લગભગ 80 પ્રવાસીઓ ફસાયા હોવાની આશંકા છે. સેનાના અધિકારીઓએ આ જાણકારી આપી. મૃતકોમાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. હિમસ્ખલન બાદ ગંગટોકથી નાથુલાને જોડતા જવાહરલાલ નહેરુ માર્ગ પર 15મા માઈલ પર બચાવ કામગીરી ચાલી રહી છે.

સેનાના અધિકારીઓએ જણાવ્યું કે બરફમાં ફસાયેલા 27 પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે. તેમને ગંગટોકની STNM હોસ્પિટલ અને સેન્ટ્રલ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી સાત લોકોના મોત થયા હતા. રસ્તા પરથી બરફ હટાવ્યા બાદ 350 પ્રવાસીઓ અને 80 વાહનોને બચાવી લેવામાં આવ્યા હતા.

ભારત-ચીન સરહદ નજીક હિમપ્રપાત

હિમસ્ખલન બપોરે 12 વાગે ભારત-ચીન સરહદની નજીક આવેલા ઊંચા પર્વતીય પાસ નાથુ લા પાસે થયું હતું. હિલ પાસ સમુદ્ર સપાટીથી 4,310 મીટર (14,140 ફૂટ) ની ઊંચાઈ પર આવેલું છે અને એક મુખ્ય પ્રવાસન સ્થળ છે.

PM મોદીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

અકસ્માત પર શોક વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે તેઓ સિક્કિમમાં હિમસ્ખલનથી વ્યથિત છે. જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. હું આશા રાખું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય. બચાવ કામગીરી ચાલી રહી છે અને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

“પ્રવાસીઓ પરવાનગી વિના 15મા માઇલ ગયા”

ચેકપોસ્ટના મહાનિરીક્ષક સોનમ તેનઝિંગ ભૂટિયાએ જણાવ્યું કે પાસ ફક્ત 13મા માઈલ માટે જ આપવામાં આવે છે, પરંતુ પ્રવાસીઓ પરવાનગી વિના 15મા માઈલ તરફ જઈ રહ્યા છે. આ ઘટના 15મી માઈલમાં બની હતી. હાલમાં સિક્કિમ પોલીસ, ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ સિક્કિમ, પ્રવાસન વિભાગના અધિકારીઓ અને વાહન ચાલકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Back to top button