ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કચ્છ સરહદે BSF અધિકારી અને જવાને ડીહાઈડ્રેશનના કારણે જીવ ગુમાવ્યો

Text To Speech
  • લખપત નજીકના ક્રિક વિસ્તારના પીલર નંબર 1136 પાસે બન્યો બનાવ
  • બંને જવાનના મૃતદેહને હાલ ભુજ સરકારી હોસ્પિટલમાં રખાયા

અમદાવાદ, 20 જુલાઈ : ગુજરાતમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર ભારે ગરમીને કારણે એક અધિકારી અને એક જવાને જીવ ગુમાવતા ભારે અરેરાટી મચી જવા પામી છે. દલદલી વિસ્તારમાં પેટ્રોલિંગ સમયે ડીહાઈડ્રેશનના કારણે ઘટના બની હતી. લખપત નજીકના ક્રિક વિસ્તારના પીલર નંબર 1136 પાસે આ દુઃખદ બનાવ બન્યો છે.

આ પણ વાંચો : વડોદરામાં સ્કૂલમાં ચાલુ ક્લાસે દીવાલ પડી, પાંચ વિદ્યાર્થી 10 ફૂટ નીચે પટકાયા

બેભાન થઇ જતા ભુજના આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયા હતા

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે સૈન્યની ટુકડી ગુજરાતમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર ‘હરામી નાળા’ વિસ્તારમાં પેટ્રોલિંગ માટે રવાના થઈ હતી. પરંતુ પેટ્રોલિંગ દરમિયાન અતિશય ગરમીના કારણે સીમા સુરક્ષા દળના એક અધિકારી અને એક જવાને જીવ ગુમાવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના ગઈકાલે શુક્રવારે આંતરરાષ્ટ્રીય સરહદ પર બની હતી. બંને સુરક્ષાકર્મી ‘ઝીરો લાઈન’ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેઓ બેભાન થઈ ગયા હતા. બંને BSF જવાનોને ભુજના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન બંનેએ દમ તોડ્યો હતો.

BSF દ્વારા ઘટના અંગે વધુ તપાસ ચાલુ કરી દેવાઈ

બંને સુરક્ષાકર્મીઓએ જીવ ગુમાવતા શોકનું મોજું ફરી વળ્યું છે. સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ બીએસએફ ઘટના અંગે વધુ તપાસ કરશે. આ સાથે બંનેના મૃતદેહને હાલ ભુજ સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. જીવ ગુમાવનાર જવાનની ઓળખ દયાલકુમાર બસતનરામ તથા વિશ્વા દેવા રમણનાથ ઝા તરીકે થઇ છે.

આ પણ વાંચો : ‘કેજરીવાલ જાણી જોઈને જેલમાં ઓછી કેલરીવાળો લઈ રહ્યા છે ખોરાક’, LG ઓફિસે લખ્યો પત્ર, જુઓ શું કહ્યું

Back to top button